ઊંઝા નગર પાલિકાની સફાઈ સમિતિના ચેરમેન દ્વારા નવી પહેલ : સ્વચ્છતા અભિયાનને મળશે વેગ

ઊંઝા નગર પાલિકાની સફાઈ સમિતિના ચેરમેન દ્વારા નવી પહેલ : સ્વચ્છતા અભિયાનને મળશે વેગ

ઊંઝા નગર પાલિકા ઉત્તર ગુજરાતની એક માત્ર ISO સર્ટિફાઇડ પાલિકા છે.

દીક્ષિતભાઇ પટેલ ના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં પાલિકા ને મળ્યું હતું પ્રમાણપત્ર

સફાઈ અને સેવાઓ જેવી બાબતોને ધ્યાને રખાઈ મળ્યું હતું પ્રમાણપત્ર

શહેરને સ્વચ્છ રાખવા સફાઈ સમિતિ ચેરમેન એ જાહેર કર્યો ફરિયાદ માટેનો નંબર

પાણી, ગટર તેમજ સફાઈ જેવી સમસ્યાઓ ની કરી શકાશે ફરિયાદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઊંઝા નગરપાલિકામાં સમય અગાઉ સ્વચ્છતા અભિયાન ને પૂરતા પ્રમાણમાં વેગ મળે તે માટે છ જેટલા નવીન ટ્રેક્ટરો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેરમાં સફાઈ કાર્ય યોગ્ય રીતે થાય તે માટે સફાઈ સમિતિ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં સફાઈ સમિતિના ચેરમેન જીતુભાઈ મિલન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ પણ વિસ્તારમાં નળ તેમજ કચરો અને કચરાના ઢગલાની સમસ્યાનું નિવારણ 24 કલાકમાં ન થાય તો નાગરિકો સીધી રજૂઆત કરે તે માટે તેમને એક નંબર જાહેર કર્યો છે. જેમાં નાગરિકો 9909812222 પર પોતાના વિસ્તારની નળ પાણી અને ગટર જેવી સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે છે. સફાઈ સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવેલી આ પહેલને લોકો આવકારી રહ્યા છે.