ઘરસજાવટ બાબતે દરેક સ્ત્રી કલાકાર હોય છે

ઘરસજાવટ બાબતે દરેક સ્ત્રી કલાકાર હોય છે

Mnf network:  ઘરની સજાવટ એ રસનો વિષય કહી શકાય. દરેક સ્ત્રીઓ માટે તે મોટેભાગે ગમતો વિષય હોય છે. સ્ત્રીઓમાં એ જન્મજાત હોંશ હોય છે કે તે પોતાના ઘરની સજાવટ કરે. તમે માર્ક કરજો, નાનીનાની છોકરીઓ ઘરઘરતાં રમતી હોય ત્યારે તેઓની પોતાની એક સુંદર દુનિયા હોય છે જેમાં તેમણે એક નાની જગ્યા લઇને પોતાનું ઘર મનોમન માની લીધું હોય છે.

ટ્રેડિશનલ મિરર ડેકોરેશન 

ટ્રેડિશનલ મિરર ડેકોરેશન મતલબ કે પહેલાંના જમાનામાં જેવું કરતાં એમાં થોડો સુધારો કરીને કરાતું ડેકોરેશન. હાલના સમયે આવા ડેકોરેશનનો ક્રેઝ પણ વધી રહ્યો છે. આવા ડેકોરેશનમાં ડાયમન્ડ, ત્રિકોણ, રાઉન્ડ કે ચોરસ એવા અલગ અલગ શેઇપના નાના આભલા લેવામાં આવે છે જેને વૉલ ઉપર ગમતી ડિઝાઇન કરીને લગાવવામાં આવે છે. તમે વૉલ પર પેન્સિલ વડે ગમતી ડિઝાઇન દોરી શકો છો, એ પછી તેની ઉપર આભલા લગાવી શકો છો. 

જ્યૂટ અને મિરર 

જ્યૂટ અને મિરરનો ક્રેઝ પણ આજકાલ ખૂબ જોવા મળે છે. જ્યૂટને મિરરની આસપાસ લગાવીને, જ્યૂટની અલગ અલગ ડિઝાઇન બનાવીને મિરરની સજાવટ કરી શકાય છે. જ્યૂટથી સજાવેલા મિરરને મોટાભાગે ડ્રોઇંગ રૂમમાં લગાવવામાં આવતા હોય છે. 

છીપલાં અને મિરર 

આમાં મિરરની આસપાસ પૂઠાંથી ગમતા આકારની ફ્રેમ સેટ કરવામાં આવે છે. ત્યારબાદ ફ્રેમ ઉપર અલગ અલગ આકારના નાના નાના શંખ કે છીપલાં લગાવીને તેની સજાવટ કરવામાં આવે છે. આવા મિરરને સિંકની ઉપર કે બાથરૂમમાં લગાવી શકો છો.