Exclusive : મોટા શહેરો હવે તૂટવા જોઈએ કેમ ? કારણ કે.....
વિનોબા ભાવેએ શા માટે કહ્યું હતું કે, મોટા શહેરો હવે તૂટવા જોઈએ કેમ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મોટા શહેરો હવે તૂટવા જોઈએ કેમ? કારણ કે.....
તે હવે જીવવા લાયક નથી રહ્યાં.
તે હવે જીવનને હાડમારી તરફ ધકેલી રહ્યાં છે.
તે ખોટી રાજ્યસત્તા ની અને અર્થ સત્તાની જાળમાં ફસાયાં છે.
તે જાળ સમાજની એકતા તોડે છે, સમાજની શાંતિ હણે છે. સમાજને મોટા કેદખાના તરફ હડસેલે છે.
તેણે હવે સ્વસ્થ માનવ નું રક્ષણ, પોષણ, શિક્ષણ કરવાનું સામર્થ્ય ગુમાવ્યું છે.
તે યંત્ર -તંત્ર- મંત્ર બહુજન ને ગુલામી તરફ હડસેલે છે....વિનોબા ભાવે
વિનોબા ભાવે નું આ વિધાન આજના સાંપ્રત યુગ માટે વિચારવા લાયક છે. વાચકો એ મનોમંથન કરી જાતે જ સમજવાની જરૂર છે.આમ પણ હાલના આ ટેકનોલોજી ના યુગમાં ગામડાઓ તૂટી રહ્યા છે.શહેરીકરણ વધી રહ્યું છે.વિનોબા ભાવે ના વિધાનથી બિલકુલ વિરુદ્ધ દિશામાં વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે.ત્યારે વિનોબા ભાવેનું વિધાન કદાચ વધતા જતા શહેરીકરણ સામે લાલ બત્તી સમાન છે પણ આજનો માનવી સમજે તો ઠીક છે,નહિ તો કોરોના જેવી કુદરતી થપાટોએ હવે લોકોને ગામડાઓનું મહત્વ સમજાવી દીધું છે.શહેરોની ઘેલછા રાખનારા જ કોરોનામાં ગામડાઓ તરફ આંખો મીંચી દોડતા થયા હતા ત્યારે એ જોતાં થોડો સમય માટે વિનોબા ભાવેનું એ વિધાન ક્યાંક સાચું પ્રતીત થઈ રહ્યું હોય એમ દેખાતું હતું.