ઊંઝા MLA ડો.આશાબેન પટેલના હસ્તે લાયન્સ ક્લબના એ.સી.હોલનું ઉદ્ઘાટન કરાયું

ઊંઝામાં લાયન્સ ક્લબના એસી હોલ નો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

ઊંઝા MLA ડો.આશાબેન પટેલના હસ્તે લાયન્સ ક્લબના એ.સી.હોલનું ઉદ્ઘાટન કરાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  તાજેતરમાં લાયન્સ ક્લબ ઊંઝા ના નવીન એસી હોલના ઉદ્ઘાટન નો કાર્યક્રમ ઊંઝાના ધારાસભ્ય એવા લાયન્સ ડો. આશાબેન પટેલ ના હસ્તે યોજાયો હતો. ગત 12 મી ડિસેમ્બર ને શનિવારના રોજ યોજાયેલા કાર્યક્રમોમાં ઉદ્ઘાટક તરીકે લાયન્સ ડો. આશાબેન પટેલ તથા મુખ્ય મહેમાન લા. સુરેશકુમાર કે. શાહ, અતિથિ વિશેષ લા. દિનેશભાઈ પટેલ (ચેરમેન એપીએમસી ઊંઝા) તેમજ દાતા લા. મનોજકુમાર રામાવતાર બાજરીયા, વિશેષ આમંત્રિત લા. મણીભાઈ પટેલ (પ્રમુખ ઊંઝા નગરપાલિકા) તથા ક્લબના પ્રમુખ લા.ઇન્દ્રમલ કોઠારી, મંત્રી લા. ધર્મેશભાઈ સોની, ટ્રેઝરર લા. હિતેશભાઈ પટેલ તેમજ ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. સરકાર ની ગાઈડલાઈન મુજબ તથા સોશિયલ distance સાથે આ ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતે અલ્પાહાર નો કાર્યક્રમ પણ રખાયો હતો.