ઊંઝા : લ્યો બોલો ! આમંત્રણ પત્રિકા માંથી ધારાસભ્યનું નામ જ ગાયબ, સમગ્ર કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો

ઊંઝા : લ્યો બોલો !  આમંત્રણ પત્રિકા માંથી ધારાસભ્યનું નામ જ ગાયબ, સમગ્ર કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા) : તાજેતરમાં વડનગર ખાતે યોજાનાર શ્રાવણ ઉત્સવને લઈને કાર્યક્રમની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા ભારે ચર્ચામાં આવી છે કારણ કે આ પત્રિકામાં ધારાસભ્ય ના નામનો જ ઉલ્લેખ કરાયો નથી.

આવતી કાલે 21 ઓગસ્ટ ના રોજ હાટકેશ્વર મંદિરના પરિસરમાં યોજાનાર શ્રાવણ ઉત્સવ ના કાર્યક્રમની પત્રિકા સોશ્યલ મીડિયામાં વાયરલ થી છે જેમાં વડનગર શહેર પ્રમુખ નું નામ છે પણ ધારાસભ્ય નું નામ જોવા મળતું નથી ત્યારે ચર્ચા એ જાગી છે કે શું જાણી જોઈને ધારાસભ્યના નામની બાદબાકી કરાઈ છે કે કેમ ? હાલમાં આ મુદ્દો સમગ્ર ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યો છે.

બીજી બાજુ એવી પણ ચર્ચા જાગી છે કે શું વડનગરના લોકો ધારાસભ્યની કામગીરીથી નારાજ તો નથી ને? શું ખરેખર પત્રિકામાંથી ધારાસભ્ય નું નામ ગાયબ થવું એ વડનગર વાસીઓની ધારાસભ્ય પ્રત્યેની નારાજગી દર્શાવે છે કે કેમ એ હવે જોવું રહ્યું !