મોર્નિંગ ન્યુઝ ફોકસ ખેરાલુ : રેન્જ આઇજી અભય ચુડાસમાં અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા કડક સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલા, ASI હીરાજી, જયવીરસિંહ, નરેન્દ્રસિંહ, AHC હર્ષદસિંહ, HC રશ્મેન્દ્રસિંહ, હેમેન્દ્રસિંહ, લાલાજી, PC જયસિંહ અને પેરોલ ફર્લો સ્કોર્ડના PC મુકેશકુમાર સહિતનો સ્ટાફ ખેરાલુના નાની હીરવાણી નજીક પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઇકો સ્પોર્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરી વડગામ, પીલુદરા થઇ વિસનગર બુટલેગરને દારૂ આપવા 2 ઇસમો નિકળ્યાં છે.LCBની ટીમે તાત્કાલિક તેનો પીછો કરી કાર ઉભી રખાવી 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. કારની તલાશી લેતાં અંદરથી 1.79 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોક્કસ બાતમી હોઇ LCBની ટીમે તાત્કાલિક પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં ચાલકે પોલીસને જોઇ કાર પાછી વાળી હતી. જેને લઇ તાત્કાલિક LCB ટીમે પણ તેનો પીછો કર્યો હતો. આ દરમ્યાન કારચાલકે કાબૂ ગુમાવતાં લોખંડના સાઇનબોર્ડ અને સિમેન્ટના પિલ્લરે કારની ટક્કર થઇ હતી. જેમાં એક સ્થાનિક રાહદારી મહિલા પર ઇજાગ્રસ્ત બનતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ LCBએ પીછો કરી કારને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. LCBએ તમામ આરોપીઓ સામે ખેરાલુ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 81, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જપ્ત કરેલ મુદ્દામાલ
વિદેશી દારૂની પેટીઓ નંગ- 27
દારૂની બોટલો નંગ-35
બીયરની બોટલો નંગ-971
કિ.રૂ. 1,79,685
કારની કિ.રૂ.4,00,000
મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.10,000
કુલ કિ.રૂ. 5,89,685
ઝડપાયેલા ઇસમોના નામ
બિશ્નોઇ રમેશકુમાર બાબુલાલ.રહે-કોટડા,રાજસ્થાન
બિશ્નોઇ રાજુરામ મકનારામ.રહે-સેસાવા, રાજસ્થાન
અશોક બદાજી ઠાકોર રહે.વિસનગર, જી.મહેસાણા