સેવા/ સી.આર.પાટીલે રક્ષક ગ્રુપની આ કામગીરીને બિરદાવતા કહ્યું : સુરત બની રહ્યું છે 'સેવા ની મૂરત', જાણીને તમે પણ કરશો પ્રસંશા

સેવા/  સી.આર.પાટીલે રક્ષક ગ્રુપની આ કામગીરીને બિરદાવતા કહ્યું : સુરત બની રહ્યું છે 'સેવા ની મૂરત', જાણીને તમે પણ કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (વિરલ વ્યાસ દ્વારા) : સુરતને 'સોનાની મુરત 'કહેવામાં આવે છે સાથે સાથે સુરત એ 'સેવાની પણ મુરત' બની રહ્યું છે. સુરતમાં અનેક એવા સામાજિક સંગઠનો છે જે અનેક ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવતાની મહેક ને પ્રસરાવી રહ્યા છે. ત્યારે સુરતમાં થી આવું જ એક રક્ષક ગ્રુપ કે જેણે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સુરતને 'સેવા ની મુરત' બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. રક્ષક ગ્રુપની આ કામગીરીને ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે પણ બિરદાવી છે.

રક્ષક ગ્રુપ સુરત શહેરમાંથી જુના જીન્સના પેન્ટ ઉઘરાવી એમાંથી સ્કુલ બેગ તૈયાર કરીને આંતરિયાળ ગામોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરી રહ્યું છે. રક્ષક ગ્રુપના અધ્યક્ષ ગૌરવ પટેલે આપેલી માહિતી મુજબ રક્ષક ગ્રુપે અત્યાર સુધીમાં 25 હજાર જેટલી સ્કૂલ બેગનું વિતરણ કર્યું છે. એટલું જ નહીં પરંતુ આ સ્કૂલ બેગ બનાવવાની કામગીરી શહેર ની જરૂરિયાત મંદ અને ગંગાસ્વરૂપ બહેનોને આપવામાં આવે છે. જેથી તેઓ પણ ઘરે બેઠા બેઠા રોજગાર મેળવી શકે.

તાજેતરમાં રક્ષક ગ્રુપના અધ્યક્ષ ગૌરવભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી વિરલભાઇ વ્યાસ સહિત તમામ સભ્યોએ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાજપા અધ્યક્ષ શ્રી આર પાટીલ પણ રક્ષક ગ્રુપની આ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.