આખેઆખો ખેલ પલટાયો! એલન મસ્કને પછાડીને આ શખ્સ બન્યા દુનિયામાં સૌથી અમીર
Mnf network: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનૉલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીનદ્વારા દુનિયાના સૌથી અમીર શખ્સોનું લિસ્ટ જાહેર કરાયું છે. જેમાં બર્નાર્ડ અરનૉલ્ટે એલન મસ્કને પાછળ છોડી દીધા છે
અરનૉલ્ટની નેટવર્થ 207.6 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ મુજબ, તેમની સંપત્તિમાં એકઝાટકે 18.6 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળને કારણે તેઓ એલન મસ્કથી આગળ નીકળી ગયા છે. મસ્કની કંપની ટેસ્લના શેરમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. તેથી એલન મસ્કની નેટવર્થમાં ઘટાડો થઈને 204.7 અરબ ડોલર થઈ ગઈ છે. હવે બંને અરબપતિઓ વચ્ચેનું અંતર 2.9 અરબ ડોલરનું થઈ ગયું છે.
બર્નાર્ડ આર્નોલ્ટ કોણ છે?
બર્નાર્ડ આર્નોલ્ટને આધુનિક લક્ઝરી ફેશન ઉદ્યોગના ગોડફાધર માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી મોટા ફેશન જૂથ લૂઈસ વીટન મોટ હેનેસીના સ્થાપક, અધ્યક્ષ અને સૌથી મોટા શેરહોલ્ડર છે. માર્કેટ કેપની દૃષ્ટિએ બર્નાર્ડનું જૂથ તેના નજીકના હરીફ કેરિંગ કરતાં લગભગ ચાર ગણું મોટું છે.