યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ની યાદી માં શાંતિ નિકેતન ને સ્થાન ,કમિટીની જાહેરાત

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ની યાદી માં શાંતિ નિકેતન ને સ્થાન ,કમિટીની જાહેરાત

વર્ષ 1863માં આશ્રમ તરીકે શરૂઆત કરવામાં આવી હતી

છેલ્લા ઘણા સમયથી હેરિટેજમાં સામેલ કરવા માંગ કરાઈ હતી

વડાપ્રધાન મોદી અને જયશંકરે ખુશી વ્યક્ત કરી

Mnf network: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. સાઉદી અરેબિયામાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટાગોરે 1921માં અહીં વિશ્વ ભારતીની સ્થાપના કરી હતી. જેને 1951માં કેન્દ્રીય યુનિવર્સિટી અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનનો લાંબો સમય અહીં વિતાવ્યો હતો. વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું- મને ખુશી છે કે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરને આ સાચી શ્રદ્ધાંજલિ છે. 

આ જાહેરાત બાદ વિશ્વભારતી યુનિવર્સિટીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીની ઇમારતો અને કેમ્પસને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને રવીન્દ્ર સંગીત પર ડાન્સ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે શાંતિનિકેતનને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવું અમારા માટે ખુશી અને સન્માનની વાત છે. છેલ્લા 12 વર્ષમાં અમારી સરકારે શાંતિનિકેતનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો છે.