નાણામંત્રાલય એ એલ.આઇ.સી કર્મચારી માટે કલ્યાણના પગલાને મંજૂરી આપી
Mnf network : નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઈસી) એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે.
એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે," એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે અનેક કલ્યાણકારી પગલાંને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ કલ્યાણકારી પગલાં એલઆઈસી (એજન્ટ) રેગ્યુલેશન્સ, 2017માં સુધારા, ગ્રેચ્યુઈટી મર્યાદામાં વધારો અને ફેમિલી પેન્શનના એકસમાન દર સાથે સંબંધિત છે."
એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે ચાલી રહેલા કલ્યાણનાં પગલાંમાં ગ્રેચ્યુઇટીની મર્યાદામાં વધારો, રિન્યુઅલ કમિશન પાત્રતા, ટર્મ ઇન્શ્યોરન્સ કવર અને એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે ફેમિલી પેન્શનનો એકસમાન દરનો સમાવેશ થાય છે. આનાથી એલઆઈસી એજન્ટોની કામકાજની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને તેમને લાભ મળશે.
નાણા મંત્રાલયે એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. એજન્ટો માટે ટર્મ ઈન્સ્યોરન્સ કવરની શ્રેણી હાલની રૂ. 3,000-10,000 થી વધારીને રૂ. 25,000-1,50,000 કરવામાં આવી છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં આ વધારો, મૃતક એજન્ટોના પરિવારોને ઘણો ફાયદો થશે.