Morning News : નવરાત્રી માં તિલક અને ગૌ મૂત્ર, પ્રદૂષણ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, GST ના દરોડા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. કોમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે હિંદુ સંગઠનો સક્રિય થયા છે. ત્યારે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિંદુ સંગઠનોની માંગ છે. જેમાં ગાયક, ખેલૈયા કે, બાઉન્સર તરીકે પણ વિધર્મીઓ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. નવરાત્રીમાં વિધર્મીઓને આવતા રોકવા હિંદુ સંગઠન દ્વારા ચેકિંગ પણ થશે. ગરબામાં પ્રવેશ વખતે તિલક અને આઈડી કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેસ આપવામાં આવશે.
પ્રદૂષણ માફિયાએ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. કેમિકલ વેસ્ટ છોડી જમીન પ્રદૂષિત કરનારાથી હાઈકોર્ટ નારાજ છે. હાઈકોર્ટ દ્વારા આ બાબતે જણાવ્યું છે કે કોઈ પણ હાલતમાં પ્રદૂષણ ફેલાય તે ચલાવી નહી લેવાય. જમીન સરકારી હોય કે ખાનગી પ્રદૂષણ અટકાવવું જરૂરી છે.
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખી છે. સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી તે મોકૂફ રાખી છે, તેમજ ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરિક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા જણાવ્યું છે.
જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં 23 વેપારીઓને ત્યા દરોડા પાડવમાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરૂ રૂપિયા 8.10 કરોડની કર ચોરી ઝડપી પાડી છે. સિરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઈટમ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસીસ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કામગીરી કરાઈ હતી. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.
લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની હવાની દિશા નક્કી કરશે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. આ સાથે જ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન, મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન યોજાશે. આ તરફ 17 નવેમ્બરે મધ્યપ્રદેશમાં મતદાન યોજાશે.આ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. મહત્વનું છે કે, આગામી 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.