અબુ ધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું કરશે ઉદ્ઘાટન, જાણો તમામ વિગત

અબુ ધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું કરશે ઉદ્ઘાટન, જાણો તમામ વિગત

Mnf network:  સંયુક્ત અરબ અમીરાતે ભારતીય રાજદૂત સંજય સુધીરને અબુ ધાબીમાં બની રહેલા બીએપીએસ સંસ્થાના હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજદૂતે મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ જોઈ. વર્ષ-2015માં વડાપ્રધાન મોદીએ આ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી.

હવે આનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને આરે છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને આ અંગેની જાણકારી આપી હતી. તેઓએ લખ્યું કે એક મહિના કરતાં ઓછો સમય છે. અબુ ધાબીમાં બની રહેલા હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન અબુ ધાબીમાં બની રહેલા આ હિંદુ મંદિરનું ઉદઘાટન કરશે. બીએપીએસ હિંદુ મંદિર સંસ્થાને વડાપ્રધાન મોદીને અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરનું ઉદઘાટન કરવા આમંત્રણ મોકલ્યું હતું. જેને વડાપ્રધાન મોદીએ સ્વીકાર કર્યો છે. સ્વામિનારાયણ સંસ્થાએ નિવેદન પ્રસિદ્ધ કરી આ અંગેની જાણકારી આપી હતી.