આકાશ એરએ 150 બોઇંગ 737 મૅક્સ એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર

આકાશ એરએ 150 બોઇંગ 737 મૅક્સ એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર

Mnf network:  આકાશ એરએ 150 બોઇંગ 737 મૅક્સ વિમાનો ખરીદશે. આકાશ એરના સ્થાપકોમાં સ્વ. રાકેશ ઝુનઝુનવાલા પણ એક હતા. ડોમેસ્ટિક એરલાઇન આકાશ એરએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેમણે 150 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે બે વર્ષથી ઓછી જૂની આ એરલાઇન તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરીને વિસ્તારવા માંગે છે. એરલાઈને એક નિવેદનમાં કહ્યું કે, તાઝા ઓર્ડરમાં 737 મેક્સ 10 અને 737 મેક્સ 8-200 જેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એરલાઈનને 2032 સુધી સતત એરક્રાફ્ટ મળી રહેશે.

નવા એરક્રાફ્ટના આગમનથી કંપનીની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓને મજબૂતી મળશે. આકાશ એરએ 2021માં 72 બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ માટે પ્રારંભિક ઓર્ડર આપ્યો હતો. આ પછી, કંપનીએ જૂન 2023માં ચાર બોઇંગ 737 મેક્સ-8 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2024 માટેની આ તાઝા ડીલ સાથે, એરલાઇનના કુલ ઓર્ડર બુકિંગ વધીને 226 એરક્રાફ્ટ થઈ ગયા છે.