મુખ્યમંત્રી યોગી ની ખુલ્લી ચેતવણી : દીકરીઓની છેડતી કરી તો યમરાજ આગળના ચોકે રાહ જોતા હશે
મો.ન્યુ.ફો.નેટવર્ક : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના માનસરોવર રામલીલા મેદાન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં 343 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ સભાને સંબોધતા કહ્યું કે કાયદો સંરક્ષણ માટે છે.પરંતુ કાયદાને બાનમાં રાખીને તંત્રને તોડવાનો પ્રયાસ કરવાની કોઇને પરવાનગી નથી.કાયદો સુરક્ષા માટે છે, પરંતુ જો કોઈ બહેન કે દીકરીની છેડતી કરી તો યમરાજ તે વ્યક્તિની આગળના ચોકમાં રાહ જોતા હશે.
યુપીના આંબેડકરનગરમાં કેટલાક બદમાશોએ સ્કૂલમાંથી પરત ફરતી વિદ્યાર્થિનીની છેડતી કરી ગતી અને તેનો દુપટ્ટો ખેંચી લીધો હતો જેના કારણે વિદ્યાર્થિની સાયકલ પરથી રોડ પર પડી ગઇ હતી અને પાછળ આવતી કારની ટક્કરથી તેનું મોત થયું હતું.
યુપીના આંબેડકરનગરમાં બદમાશોના કરતૂતોના કારણે ઈન્ટરમીડિયેટની વિદ્યાર્થિનીના મોત બાદ ત્રણેય આરોપીઓએ પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ પોલીસકર્મીઓની બંદૂક છીનવી લેવાની કોશિશ કરી અને ગોળીબાર પણ કર્યો હતો. આ પછી પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળી મારી દીધી હતી. પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી શાહબાઝ અને ફૈઝલને પગમાં ગોળી વાગી હતી જ્યારે ત્રીજો આરોપી દોડતી વખતે પડી જતાં તેનો પગ ભાંગી ગયો હતો.