મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બુકફેરનું લોકાર્પણ કર્યું, બુકફેરમાં એન્ટ્રી-પાર્કિંગ ફ્રી
બપોરે 12થી રાત્રે 10 સુધી એન્ટ્રી- પાર્કિંગ ફ્રી
2 ડોમમાં 140 સ્ટોલ સાથે બુકફેરનું આયોજન
બુકફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન
એએમસી દ્વારા 9 મા વર્ષે બુકફેરનું આયોજન
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નેશનલ બુકફેરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએમસીડી ગ્રાઉન્ડ ખાતે ઉદ્ધાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વિવિધ સાહિત્યિક કાર્યક્રમો પણ યોજાશે
લેખકો અને વાચકો વચ્ચે સેતુ બની રહેતા આ સાહિત્ય સપ્તાહમાં દરરોજ વિવિધ સાહિત્યિક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ, યુવા વર્ગ માટે જ્ઞાનગંગા વર્કશોપ, સાહિત્ય રસિકો માટે ત્રિવેણી કાર્યક્રમ તથા જ્ઞાનગંગા સર્જક સંવાદ કાર્યક્રમ યોજાશે. ત્રિવેણી અંતર્ગત સાંજે ૭થી ૧૦ સુધી લોકસાહિત્ય, લોકગીત, ભજન, કવિ સંમેલન, મુશાયરા અને જેમના જન્મ શતાબ્દિ વર્ષ છે એવા ગુજરાતી ગઝલના નામી સર્જક સૈફ પાલનપુરી અને બરફત વિરાણી બેફામને સ્વારાંજલિના કાર્યક્રમોનો લાભ લઈ શકાશે.
સેલ્ફી પોઈન્ટ
બુકફેરની મુલાકાત લેવા માટે નાગરિકોને મેટ્રો રેલ, બીઆરટીએસ અને એએમટીએસની સેવા મળી રહેશે. તેમજ વાહન પાર્કિંગ અને પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે સેલ્ફી પોઇન્ટ અને ફૂડ કોર્ટ પણ રાખવામાં આવ્યા છે, જેમાં ફૂડ કોર્ટમાં જાડા ધાન્ય(મિલેટ)ની ચીજવસ્તુનુ વેચાણ થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.