હેલ્થ / સવારે ઊઠતાવેંત જ ફોન હાથમાં લેવાની ટેવ પડશે ભારે! હેલ્થને લઈને થઈ શકે છે ગંભીર સમસ્યા
Mnf network: સવારે ઉઠીને તરત જ ફોન ચેક કરવો અને સોશિયલ મીડિયા પરથી અપડેટ મેળવવી તે એક સામાન્ય બાબત હોઈ શકે છે. લગભગ મોટાભાગના લોકોને આ પ્રકારની ટેવ હોય છે.
તણાવ થઈ શકે છે
સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવાથી અલગ અલગ નોટિફિકેશન અને સમાચાર હોય છે. સવારે જાગ્યા પછી અલગ અલગ પ્રકારની સૂચનાઓના સંપર્કમાં આવવાથી તણાવ થઈ શકે છે. કામની સતત અપડેટ, સોશિયલ મીડિયા અને ન્યૂઝને કારણે તણાવપૂર્ણ માહોલ ઊભો થઈ શકે છે.
સ્લીપ સાયકલ ખરાબ થઈ શકે છે
સૂતા પહેલા અને ઉઠતાવેંત ફોન ચેક કરવાને કારણે સ્લીપ સાયકલ પર અસર થાય છે. સ્ક્રીનમાંથી નીકળતી રોશનીને કારણે મેલાટોનિનનું નિર્માણ થઈ શકતું નથી, જેથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે.
બ્રેઈન પર અસર
સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવાથી cognitive functions (બ્રેઈન ફંક્શન)માં સમસ્યા આવી શકે છે. સવારે જાગ્યા પછી તરત ફોન ચેક કરવાને કારણે આખો દિવસ એલર્ટ રહેવાની પ્રક્રિયા પર અસર થાય છે.
આંખો પર અસર
વધુ સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી અને સવારના સમયે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી આંખો પર પ્રેશર ઊભું થાય છે. જેના કારણે માથાનો દુખાવો, ડ્રાઈનેસની સમસ્યા થાય છે.
ધ્યાન રહેતું નથી
સતત ફોનનો ઉપયોગ કરવાથી ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. સવારના કામ અને આખા દિવસના કાર્યો પૂરા કરવાના રહે છે. આ પરિસ્થિતિમાં સવારે ઉઠતાવેંત ફોન ચેક કરતા રહેવાથી દિવસની શરૂઆત થવામાં મોડુ થઈ શકે છે.
આદત લાગી શકે છે
ઉઠ્યા પછી ફોન ચેક કરવો તે એક પ્રકારની લત છે. ડોપામાઈનથી નોટિફિકેશન ચેક કરવા માટે અને ઓનલાઈન રહેવાની એક્સાઈટમેન્ટ થાય છે. આ પ્રકારની આદતથી છુટકારો જલ્દી મળતો નથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે.
નોંધ : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે.