ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલની રજૂઆત રંગ લાવી : શહેરની સુરક્ષા મુદ્દે થયો મોટો ફાયદો

ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલની રજૂઆત રંગ લાવી : શહેરની સુરક્ષા મુદ્દે થયો મોટો ફાયદો

ઊંઝામાં 20 જેટલા સ્થળોએ લાગશે 104 જેટલા સીસીટીવી કેમેરા

શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા તત્કાલીન પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો પત્ર

દિક્ષીતભાઈ પટેલે 16 જાન્યુઆરી 2024 ના રોજ લખ્યો હતો પત્ર

ઊંઝા શહેરમાં 'સુરક્ષા સેતુ ' યોજના હેઠળ સીસીટીવી કેમેરા ફાળવવા કરી હતી માંગ

એશિયાની સૌથી મોટી એ પી એમ સી અને કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા નું છે યાત્રાધામ

અહી ખેડુતો અને શ્રદ્ધાળુઓ ની મોટા પ્રમાણમાં રહે છે અવર જવર

 મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર આઇ.એસ.ઓ. સર્ટિફાઇડ પ્રમાણપત્ર ધરાવતી ઊંઝા નગર પાલિકાના તત્કાલીન પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી શહેરની સુરક્ષા હેતુથી ' સુરક્ષા સેતુ ' યોજના હેઠળ શહેરમાં સીસીટીવી કેમેરા મંજૂર કરવા માંગણી કરી હતી. જે અંતર્ગત ઊંઝા શહેરમાં જુદા જુદા 20 જેટલા સ્થળોએ સુરક્ષા અને ટ્રાફિક નિયમન હેતુસર 104 જેટલા કેમેરા જિલ્લા પોલીસ વિભાગ કમાન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા લગાવવામાં આવશે.

પાલિકા પ્રમુખે લખેલો પત્ર...

તત્કાલીન નગર પાલિકા પ્રમુખ દિક્ષિતભાઇ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, ઊંઝા APMC એશિયા ની સૌથી મોટી વેપાર કરતી મંડી છે. અહી રોજ બરોજ સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી ખેડૂતો ખેત પેદાશ ના વેચાણ માટે આવે છે. તેમજ સમગ્ર કડવા પાટીદાર ના કુળદેવી શ્રી ઉમિયામાતા નું મુખ્ય મંદિર પણ ઊંઝા ખાતે આવેલ છે. આમ અહી આવતા યાત્રાળુઓ તેમજ APMC માં આવતા ખેડૂતો ની સલામતી જળવાય તે હેતુ થી સમગ્ર ઊંઝા નગર માં 'સુરક્ષા સેતુ' યોજના હેઠળ CCTV કેમેરા મંજૂર કરાય તેવી વર્તમાન સમયની લાગણી સાથે માંગણી છે.