Breaking: સુરત મહાનગર પાલિકાની રક્ષાબંધન પર્વને લઈને મોટી જાહેરાત, જાણીને થઈ જશો ખુશખુશાલ

Breaking: સુરત મહાનગર પાલિકાની રક્ષાબંધન પર્વને લઈને મોટી જાહેરાત, જાણીને થઈ જશો ખુશખુશાલ

રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને અને બાળકોને સિટી બસમાં ફ્રી મુસાફરીની મનપાની જાહેરાત

જાહેર પરીવહન સમિતિના અધ્યક્ષ તરીકે હેમાલીબેન બોઘાવાલા દ્વારા પદાધિકારીઓ સાથે સંકલન કરી કરી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મહિલાઓ અને બાળકોને બીઆરટીએસ, સિટી બસમાં મુફત મુસાફરીનો લાભ આપવાની શરૂઆત કરાવી હતી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મહિલાઓ છેલ્લા કેટલાંક વર્ષોથી ચાલતી પરંપરા મુજબ, આગામી ૧૯ ઓગસ્ટ, રક્ષાબંધન નિમિત્તે મનપા દ્વારા બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ અને ૧૫ વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે મનપા દ્વારા આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

જે તે સમયે જાહેર પરીવહન સમિતિના અધ્યક્ષ તરીકે હેમાલીબેન બોઘાવાલા દ્વારા પદાધિકારીઓ સાથે સંકલન કરી કરી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મહિલાઓ અને બાળકોને બીઆરટીએસ, સિટી બસમાં મુફત મુસાફરીનો લાભ આપવાની શરૂઆત કરાવી હતી.

ત્યારબાદ દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે મનપા દ્વારા આ પરંપરા શરૂ રાખવામાં આવી છે. આગામી ૧૯ ઓગસ્ટ, સોમવારે મનપા સંચાલિત બસ સેવામાં મહિલાઓ અને ૧૫ વર્ષ સુધીના બાળકો મફત મુસાફરી કરી શકશે. નોંધનીય છે કે બીઆરટીએસના ૧૩ અને સિટી બસના ૪૫ રૂટો પર દૈનિક ૨ લાખથી વધુ મુસાફરો બસ સેવાનો લાભ લઈ રહ્યા છે.