Breaking : રૂપાણી સરકારે લોક ડાઉન તેમજ રાત્રી કરફ્યુને લઈ લીધો મોટો નિર્ણય, જાણી લો નહિ તો પસ્તાશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં 5 મે થી lockdown લાગી શકે છે તેવા અનેક અહેવાલો મિડીયા તેમજ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા.ત્યારે આજે ગુજરાતમાં કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી છે, ત્યારે આજે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવાઓને લઇને જનતા કન્ફ્યુઝન હતી. ત્યારે આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ રાત્રિ કરફ્યૂ કે લોકડાઉન બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે.