ઊંઝા : કહોડા ગામે આજે બપોરે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા ગજવશે સભા

ઊંઝા :  કહોડા ગામે આજે બપોરે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા ગજવશે સભા

ઊંઝા ના કહોડા ગામે આપ ના ઉમેદવાર ઉર્વીશ પટેલના સમર્થન માટે સભા

આપ ના સ્ટાર પ્રચારક અલ્પેશ કથીરિયા ' ગબ્બર ' સભા ગજવશે.

અલ્પેશ કથીરિયા છે સુરત વરાછા સીટ ના આપ ના ઉમેદવાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ કહોડા : ઊંઝા વિધાનસભા ની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે. હવે મતદાનને માત્ર ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ જાય તે પહેલા તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવીને જોર શોર થી પ્રચાર કરી રહ્યા છે. જો કે ઊંઝા સીટ ઉપર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના મતદારોને રીઝવવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ઊંઝા તાલુકાના કહોડા ગામે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉર્વીશ પટેલ માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા અલ્પેશભાઈ કથીરિયા સભા ગજવશે.આજે બપોરે 1:30 કલાકે કહોડા ગામે આમ આદમી પાર્ટીના સુરત વરાછાના આપ ના ઉમેદવાર તેમજ સ્ટાર પ્રચારક અલ્પેશ કથીરિયા ઉર્ફે ગબ્બર સભા ગજવશે અને મતદારોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરશે. ત્યારે આ સભામાં હાજર રહેવા માટે ઊંઝા વિધાનસભાના ઉમેદવાર ઉર્વીશભાઈ પટેલ સર્વે લોકોને અનુરોધ કરે છે. જોકે આ સભામાં પ્રચંડ જનમેદની ને એકત્ર થશે એવો અંદાજ છે. જોકે ઊંઝા તાલુકાના શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સભામાં લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે.