વિસનગરમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો યોજાયો : ગુજરાતમાં ડબલ નહિ નવા એન્જીનની જરૂર

વિસનગરમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય રોડ શો યોજાયો : ગુજરાતમાં ડબલ નહિ નવા એન્જીનની જરૂર

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વિસનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો છે. જેમાં આ વખતે આમ આદમી પાર્ટી ને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા વિસનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સ્વયંભૂ સભાઓમાં ઊમટી રહ્યા છે, ત્યારે આ વખતે વિસનગર સીટ ઉપર આમ આદમી પાર્ટીની જીત નક્કી માનવામાં આવી રહી છે.

વિસનગરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય રોડ શો યોજાયો.

 આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ પટેલને જીતાડવા માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યસભા સાંસદ હરભજનસિંહની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો . જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિસનગર વાસીઓ હાજર રહ્યા હતા. યોજાયેલ રોડ શોમાં લોકો સ્વયંભુ ઊમટી રહ્યા હતા. રોડ શો વિસનગરની એમ.એન.કોલેજથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી . ત્યારબાદ શહેરના અનેક વિસ્તારમાં આ રોડ શો યોજવામાં આવ્યો હતો . જેમાં પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદનુ આમ આદમી પાર્ટી વિસનગર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . આ રોડ શોમાં ખુબ જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી .

પંજાબના મુખ્યમંત્રીના આકરા પ્રહારો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા . જેમાં જણાવ્યું હતુ કે , ગુજરાતને ડબલ કે ત્રિપલ એન્જિનની સરકાર નહીં પરંતુ આપણે નવા એન્જિનની જરૂર છે . ગુજરાતને પરિવર્તન જોઈએ છે અને ડબ્બા પણ નહીં નવી સોચ નવા વિચારની જરૂર છે . સારી સ્કૂલ બનશે , સારી હોસ્પિટલ બનશે અને વીજળીનું બિલ પણ ઝીરો આવશે અને પેપર પણ ફૂટવા નહીં દઈએ તેવા પ્રહારો કર્યા હતા .