સિદ્ધપુર : પાંચ વર્ષમાં એક બ્રિજ ન બનાવી શકનાર કોંગ્રેસને જાકારો : ભાજપને આવકાર

સિદ્ધપુર : પાંચ વર્ષમાં એક બ્રિજ ન બનાવી શકનાર કોંગ્રેસને જાકારો : ભાજપને આવકાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સિધ્ધપુર વિધાનસભા માં આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિદ્ધપુર વિસ્તારના ભામાશા ગણાતા અગ્રણી ઉદ્યોગપતિ બળવંતસિંહ રાજપૂત ને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોરને રીપીટ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે 2017 થી 2022 સુધી સિદ્ધપુરમાં કોંગ્રેસનું શાસન હતું, જેમાં ચંદનજી ઠાકોર 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ ના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા હતા.

જોકે 2017 થી 2022 સુધી સિદ્ધપુરમાં કોંગ્રેસના શાસનમાં શહેરનો વિકાસ રૂંધાઈ ગયો હોવાનું આ વિસ્તારના લોકો માની રહ્યા છે. સિદ્ધપુર ઐતિહાસિક અને પૌરાણિક શહેર છે.એટલું જ નહીં પરંતુ ઇસબગુલના ઉદ્યોગ માટે પણ સિદ્ધપુર ખૂબ જ જાણીતું છે. વળી સમગ્ર ભારત પરના માતૃભક્તોનું એકમાત્ર માતૃ શ્રાદ્ધતીર્થ છે. આ ઉપરાંત સિદ્ધપુરના કોતરણી વાળા મકાનો, રુદ્રમહાલય, 360 બારી બારણા વાળું મકાન અને સિધ્ધપુર કાત્યોક નો મેળો એ સિદ્ધપુરની એક આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે.

પરંતુ કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં સિદ્ધપુર એ વિકાસના નામે માત્ર અને માત્ર દિવસે તારા જોવાનો વારો આવ્યો છે. ત્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતદારો કોંગ્રેસથી નારાજ છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના શાસનમાં એક ઓવરબ્રિજ બનતા વર્ષોના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ ઓવરબ્રિજ યોગ્ય રીતે કાર્યરત થઈ શક્યો નથી. અર્થાત કોંગ્રેસના નેતૃત્વમાં સિદ્ધપુરનો વિકાસ સંપૂર્ણપણે રૂંધાયો છે. ત્યારે મતદારો હવે ફરી એકવાર શહેરના વિકાસ માટે ભાજપને જીતાડવા મક્કમ બન્યા છે. હાલમાં બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં જોરશોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સિધ્ધપુરમાં ભાજપની જીત આ વખતે નિશ્ચિત માનવામાં આવી રહી છે.