વિસનગર : ભાજપના શાસનમાં ટ્રાફિક, ભૂગર્ભ ગટરો સહિતના પ્રશ્નોથી ત્રસ્ત લોકોનું aap ને જોરદાર જનસમર્થન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે વિસનગરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થઈ રહ્યો છે. જોકે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિસનગર કાંસા એનએ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર વિજેતા બનતા વિસનગરમાં આમ આદમી પાર્ટી ની એન્ટ્રી થઈ ચૂકી છે.
ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટી ભારે પડી રહી છે. શહેરમાં ટ્રાફિક, વરસાદી પાણીનો નિકાલ સહિતની અનેક સમસ્યાઓ ભાજપના શાસનમાં લોકો ભોગવી ચુક્યા છે. એટલું જ નહીં આ વખતે અંદરખાને અર્બુદા સેના ભાજપનો ખેલ બગાડી શકે છે. જોકે વિસનગરના ધારાસભ્ય કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં શહેરમાં અનેક સમસ્યાઓ જૈસે થે હોવાને લઈને મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે આમ આદમી પાર્ટીને સીધો લાભ થઈ શકે છે. કારણ કે હાલમાં આમ આદમી પાર્ટીની સભાઓમાં સ્વયંભૂ ઉમટી રહેલું માનવ મહેરામણ મતદારોનો મિજાજ કંઈક અલગ હોવાનું દર્શાવી રહ્યું છે.