ઊંઝા : એવું તે શું બન્યું કે ભાજપ મહિલા મોરચા નાં પ્રમુખ સ્ટેજ પર રડી પડ્યાં ? કાર્યકરોમાં કેમ છે નારાજગી?

ઊંઝા : એવું તે શું બન્યું કે ભાજપ મહિલા મોરચા નાં પ્રમુખ સ્ટેજ પર રડી પડ્યાં ?  કાર્યકરોમાં કેમ છે નારાજગી?

ઊંઝા મહિલા મોરચાના કાર્યક્રમમાં મચી હતી બબાલ

મહિલા મોરચાના કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાનાં મહિલાએ જમાવ્યો રોફ

મહિલા મોરચા પ્રમુખ રડી પડતાં ઊંઝા ભાજપની  મહિલાઓમાં નારાજગી

કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર કે કે પટેલની હતી ઉપસ્થિતિ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝામાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ઊંઝા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહિલા મોરચાની પદાધિકારી બહેનો પણ ઉપસ્થિત રહી હતી તે દરમિયાન બનેલી એક ઘટનાનો સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં ઊંઝા ખાતે એક મહિલા મોરચાનું સંમેલન યોજવામાં આવ્યું હતું.જેમાં ભાજપનાં પ્રદેશ કક્ષાનાં એક મહિલા હોદ્દેદારે પોતાને કાર્યક્રમમાં યોગ્ય જગ્યાએ ખુરશી ન મળવાને લઈને તેમજ તેમનું યોગ્ય સન્માન ન થવાને લઈને મહિલા મોરચાનાં પ્રમુખ સાથે જીભા જોડી કરી હતી અને ભારે બબાલ મચાવી હતી. જેને લઈને મહિલા મોરચાનાં પ્રમુખ છેવટે રડી પડ્યાં હતાં.અંતે આ મામલો મહિલા મોરચાના હોદ્દેદાર આમંત્રિત બહેન દ્વારા ઠારે પાડવામાં આવ્યો હતો.જો કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને ઊંઝા ભાજપની મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

અત્રે નોંધનીય છે કે બબાલ મચાવનાર પ્રદેશ કક્ષાનાં આ મહિલા હોદ્દેદાર સતત ભાજપના ઉમેદવાર કે કે પટેલની પ્રચાર સભાઓમાં જોવા મળે છે. તો બીજી બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે બબાલ મચાવનાર આ ભાજપનાં મહિલા હોદ્દેદારે ઊંઝા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટની પણ માગણી કરી હતી. પરંતુ ભાજપ દ્વારા કે કે પટેલની ટિકિટ આપવામાં આવતા હવે કે કે પટેલના ચૂંટણી પ્રચારમાં સતત જોવા મળી રહ્યાં છે.ત્યારે પ્રચારમાં પણ તેઓની હાજરીથી ભાજપના અન્ય કાર્યકરો જાણે હાંસિયામાં હોય એવું અનુભવી રહ્યા છે જેને લઈ  ભારે નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.