સુરત : દીવાલ પડતાં 9 જેટલા વાહનો દટાયા હતા, AAP નગર સેવક સ્થળ પર પહોંચ્યાં અને SMC ની ખુલી પોલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સમય અગાઉ ટૌટે વાવાઝોડા દરમ્યાન શહેરમાં અનેક સ્થળો ઉપર આ વૃક્ષો અને દીવાલો પડવાનો સિલસિલો નોંધાયો હતો ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેરઠેર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ જ્યાં દીવાલો પડી છે એ દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી માં સુરત મહાનગરપાલિકા દ્વારા ભારે ઉદાસીનતા દાખવવામાં આવી હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે જોકે આ કિસ્સો જાણ્યા પછી એમ કહી શકાય કે સુરત મહાનગર પાલિકામાં ક્યાંકને ક્યાંક અધિકારીઓની લાલિયાવાડી ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ સાકરીયા ના સોશિયલ મિડીયા પેજ ઉપર થી મળેલી માહિતી મુજબ લિંબાયત ઝોનમાં વોર્ડ 18 માં રેસમા ચોકડી થી સીતાનગર ચોક રોડ ઉપર શગુન રેસીડેન્સી ની બાજુમાં આવેલ અજમલ કાર પાર્કિંગમાં નવી જેટલા વાહનો એસએમસીની દિવાલ પડવાના કારણે વાવાઝોડા દરમિયાન દટાઈ ગયા હતા પરિણામે વાહનોનો ખુરદો બોલી ગયો હતો જેમાંથી વાહનના માલિકો દ્વારા બે જેટલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે રીક્ષા સહિતના સાત જેટલા વાહનો હજુ પણ દિવાલ નીચે દટાયેલા સ્થિતિમાં છે પરંતુ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને આ નીચે પડી ગયેલી દીવાલનો કાટમાળ ખસેડવાની નથી
જેથી આટલા બધા દિવસ ના વહાણ વહી ગયા બાદ પણ અધિકારીઓએ દીવાલનો કાટમાળ ખસેડવામાં આંખ આડા કાન કરતા છેવટે દટાઈ ગયેલા વાહનોના માલિકો દ્વારા આમ આદમી પાર્ટીના સૌથી સક્રિય મહિલા નગરસેવક પાયલબેન સાકરીયા ને સ્થળ પર રજૂઆત કરવામાં આવી હતી જેને લઇ નગરસેવક પાયલબેન દ્વારા ઝોનના અધિકારીઓ ને મૌખિક રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તેઓ આ અંગે મેયરને પણ રજૂઆત કરશે અત્રે નોંધનીય છે કે આ વોર્ડ માં ભાજપ ની પેનલ છે.