ભાજપનાં આ મહિલા ધારાસભ્ય કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન દર્દીઓની વાત સાંભળી થયાં ભાવુક !

ભાજપનાં આ મહિલા ધારાસભ્ય કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની મુલાકાત દરમિયાન દર્દીઓની વાત સાંભળી થયાં ભાવુક !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  હાલમાં કોરોનાની મહામારી માં રાજકીય પક્ષો દ્વારા કોવિડ કેર isolation સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેથી કોરોના ગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારી રીતે સારવાર મળી રહે. જોકે સુરત ચોર્યાસીના ભાજપના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા 80 બેડની સુવિધા વાળું ઓક્સિજનયુક્ત covid કેર isolation સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુલ્લું મૂકયું હતું.

ઝંખનાબેન પટેલ ના પ્રયત્નોથી શરૂ થયેલા covid કેર સેન્ટરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે ઉત્તમ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આજે રામજી વાડી બુડિયા ચાર રસ્તા,બુડિયા ખાતેના આ 80 બેડના ઓક્સિજન ની સુવિધા સાથે રામજીવાડી કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની ઝંખનાબેન પટેલે મુલાકાત લીધી હતી.અને કોવિડ કેર સેન્ટર માં  ઉપચાર મેળવી રહેલ દર્દીઓ ની તબિયત વિશે પૃચ્છા કરી હતી.

ધારાસભ્ય ઝંખનાબેન પટેલ ના જણાવ્યા મુજબ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર માં ખુબ જ સારી રીતે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની કાળજી કરી રહ્યા છીએ અને 8 જેટલા દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જોકે ઝંખનાબેન પટેલે સારવાર મેળવી રહેલ દર્દીઓમાં ફળો નું વિતરણ કર્યું હતું. અહીં સારવાર મેળવી રહેલ દર્દીઓએ isolation સેન્ટરમાં સારવાર આપતાં ડૉક્ટર અને નર્સ ની કામગીરી થી ખુશી વ્યક્ત કરી હતી.