કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર : 72 કલાકમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ, 1000 બેડનું આયોજન

કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર : 72 કલાકમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ, 1000 બેડનું આયોજન

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરતમાં આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ દ્વારા તેમના જ પ્લાન્ટમાં કોવિડ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ હોસ્પિટલને 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા માત્ર 72 કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં 1000 બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.

કોવિડ હોસ્પિટલની શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી. આમ સુરતમાં એક નવી હોસ્પિટલ શરૂ થતાં અનેક લોકોને સારવારનો ફાયદો મળશે.

 પ્રથમ તબક્કાનાં 250 બેડ માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, આર્સેલર મિત્તલનાં એક્ઝીક્યુટીવ લક્ષ્મી મિત્તલ ની વર્ચ્યુઅલ હાજરીમાં કાર્યરત કરાયા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ તેમજ હોદ્દેદારો એ હાજરી આપી હતી.