મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સુરતમાં હાલમાં કોરોના વકરી રહ્યો છે જેના પાછળ માત્ર જનતા જ નહીં પરંતુ ભાજપના નેતાઓ સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હેમાલી બોઘાવાલા ની જે દિવસથી સુરતના મેયર પદે નિયુક્તિ કરવામાં આવી તે દિવસથી માસ્ક વિના ટોળેટોળા લઈને સોશિયલનો સરેઆમ નિયમનો ભંગ કરીને ફરી રહ્યા છે ત્યારે બોઘાવાલા વધુ એક વિવાદમાં સપડાતા ભાજપ સામે અને સી.આર.પાટીલ સામે આંગળી ઉઠવા લાગી છે.
મીડિયા અહેવાલ મુજબ, શહેરમાં માસ્ક વિના ફરતા મેયર પોતાના શહેરની હદ નહીં હોવા છતા હાઇવે પર જઇ લોકોને અટકાવી પૂછપરછ કરતા વિવાદ થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ખુદ મેયર બોઘાવાલાએ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના નિયમોનું પાલન કર્યું નથી ત્યારે તેઓ લોકોને નિયમો સમજાવતા જોવા મળ્યા હતા.
સુરતથી 20 કિલોમીટર દૂર આવેલા ભાટીયા ટોલનાકે બુધવારે રાત્રે 10 વાગ્યાથી મેયર હેમાલી બોઘાવાલાએ હાઇ-વે પર નીકળતા વાહનોને રોક્યા હતા. પોલીસની જેમ રોફ બતાવી ગાડીમાં કેટલા ભર્યા છે? ક્યા ગયા હતા? સાઇડમાં મુકાવી દઇશ જેવી પૂછપરછ કરી હતી. શહેરમાં માસ્ક વિના ફરતા મેયર પોતાના શહેરની હદ નહીં હોવા છતા હાઇવે પર જઇ લોકોને અટકાવી પૂછપરછ કરતા વિવાદ થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ખુદ મેયર બોઘાવાલાએ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના નિયમોનું પાલન કર્યું નથી ત્યારે તેઓ લોકોને નિયમો સમજાવતા જોવા મળ્યા હતા.