સુરત : કોઝ વે બન્યો કોરોનાનું હોટ સ્પોટ સ્થળ : લોકો પોલીસની ઐસી કી તૈસી કરતા જોવા મળ્યા, જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : કોરોના સંક્રમણ ને પગલે હાલમાં સુરતમાં છેલ્લા ઘણા સમયથી હાફ lockdown ને પગલે દુકાનો સહિત મોટાભાગના ધંધા-રોજગાર બંધ છે. સુરત પોલીસ કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી ઠેરઠેર દુકાનો કે જ્યાં ભારે ભીડ થતી હોય એના શટર પડાવી દેતી હોય છે ત્યારે સુરતના કોઝવે ઉપર બિલકુલ આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આજે રવિવાર ને પગલે સુરતના કોઝવે ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે સવારથી જ વાતાવરણમાં ઉકળાટ હતો ત્યારે બપોરે ચાર વાગ્યા આસપાસ જોરદાર પવન સાથે હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે લોકો કોઝવે ઉપર એકઠા થયેલા જોવા મળ્યા હતા. રવિવારના દિવસે સામાન્ય રીતે લોકો કોઝવે ઉપર આવતા હોય છે પરંતુ આજે કોઝવે ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી જેમાં સોશ્યલ distance ના ધજાગરા ઉડયા હતા.
તો બીજી બાજુ લોકોના ટોળે ટોળા વળ્યા હોવા છતાં પણ કોઝવે ઉપરથી પસાર થઇ રહેલી પોલીસ વાનમાં બેસેલી પોલીસ દ્વારા લોકોને ત્યાંથી હટાવવા ને માટે અસરકારક પગલાં ભરવાને બદલે માત્ર ગાડીમાં બેઠા બેઠા લોકોને સૂચના આપી સંતોષ માન્યો હતો. તો બીજી બાજુ આજે કોઝવે નું દ્રશ્ય જોતા એવું લાગતું હતું કે જાણે કોઝવે કોરોના નું હોટ સ્પોટ સ્થળ બની ગયો છે. જોકે દ્રશ્ય જોતા સોશિયલ distance ના ધજાગરા ઊડી રહ્યા હોય એવું લાગતું હતું. અગાઉ પણ જ્યારે કોઝ વે ઓવરફ્લો થયો ત્યારે અનેક લોકો કોઝવેમાં નહાવા માટે પડ્યા હતા. તંત્ર દ્વારા કોઝવે ઉપર બરાબર દેખરેખ રાખવામાં આવતી નથી, જેને પરિણામે લોકોના અહીંયા ટોળેટોળા એકત્ર થતા હોય છે અને સોશિયલ નો ભંગ થાય છે.