સુરત : ત્રિશૂલ ન્યુઝના વંદન ભાદાણી કોરોનાના દર્દીઓ માટે બન્યા દરિયાદિલ, જાણીને તમે પ્રશંસા કર્યા વિના નહિ રહી શકો

સુરત : ત્રિશૂલ ન્યુઝના વંદન ભાદાણી કોરોનાના દર્દીઓ માટે બન્યા દરિયાદિલ, જાણીને તમે પ્રશંસા કર્યા વિના નહિ રહી શકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં હાલમાં કોરોનાને પરિણામે ભારે વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે સુરતીઓ ખભે ખભો મિલાવી મદદ માટે આગળ આવ્યા છે અને જે કામ સરકાર નથી કરી શકી એ કામ સુરતીઓએ કરી બતાવ્યું છે.સિવિલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાતાં છેવટે આમ આદમી પાર્ટી, ભાજપ સહિત અને સામાજિક સંગઠનોએ સાથે મળી મહાનગર પાલિકાની મદદથી કોવિડ કેર સેન્ટરો ઉભા કરતા જ સુરતના દર્દીઓ માટે ઓક્સિજન યુક્ત બેડ નો અભાવ એ  ભૂતકાળ બની ગયો.

જો કે સુરતીઓ દ્વારા જે કોવિડ કેર સેન્ટરો શરૂ કરાયા એને લઈ કોરોના રિકવરી રેટ વધ્યો છે.તો બીજી બાજુ કોવિડ કેર સેન્ટરો માટે શહેરના ભામાશાઓ પણ દરિયાદિલ રાખી મદદ પહોંચાડી રહ્યા છે.લોકો પોતાની યથા શક્તિ મદદ કરી રહયા છે ત્યારે સુરતના ખ્યાતનામ વેબ પોર્ટલ Trishul News ના પ્રોપેરાઈટર એવા પત્રકાર વંદન ભાદાણી દ્વારા સુરતના કતારગામ વરાછા ઉત્રાણ વિસ્તારમાં જનસેવા માટે ઉભા કરાયેલા સાત જેટલા કોવિડ આઇસોલેશન સેન્ટરને 14 નેબ્યુલાઈઝર મશીન સેવામાં આપવામાં આવ્યા હતા જે દર્દીઓને ફેફસામાં રહેલ સંક્રમણ દૂર કરવા ખૂબ ઉપયોગી નીવડશે.