વિધાનસભા સત્ર ચાલી શકે છે તો SMC નું બજેટ સત્ર ઓનલાઈન કેમ ? ભાજપ શાસકોને કોનો ડર છે ?AAP ના નગર સેવકોનો વિરોધ
સંસદ અને વિધાનસભા સત્ર ઓફ લાઇન યોજાઈ શકતું હોય તો સુરત મહાનગર પાલિકાનું બજેટ સત્ર ઓનલાઈન શા માટે ?
ભાજપના સત્તાધીશોને પાલિકાનું બજેટ સત્ર ઓફલાઇન યોજવામાં કયો છૂપો ડર સતાવતો હતો ?
AAP ના 27 નગર સેવકો દ્વારા ઓનલાઈન બજેટ સત્રનો સખત વિરોધ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ગુજરાતમાં હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં 182 ધારાસભ્યો વિધાનસભા સત્રમાં સોશિયલ distance અને માસ્ક પહેરીને હાજર રહી શકે છે. એટલું જ નહીં કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં પણ સંસદ સત્ર પણ ચાલતું હોય છે. મોટાભાગની નગર પાલિકાઓમાં અને મહાનગર પાલિકાઓમાં પણ બજેટ સત્ર offline યોજાઈ ગયું છે.ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બજેટ સત્ર online યોજવામાં આવતા નગરજનોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
જો કે ઓનલાઇન બજેટ સત્રનો આમ આદમી પાર્ટીના 27 નગર સેવકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ બેન સાકરીયા એ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિધાનસભા સત્ર ઓફલાઈન ચાલી શકતું હોય તો સુરત મહાનગર પાલિકાનું બજેટ સત્ર ઓનલાઇન યોજવા પાછળ મહાનગરપાલિકાના સત્તાપક્ષ ની મેલી મુરાદ ક્યાંકને ક્યાંક હોય તેવું લાગે છે. સુરતમાં ઇન્દોર સ્ટેડિયમ, સંજીવ કુમાર ઓડિટોરીયમ સહિત અનેક એવી વ્યવસ્થાઓ છે જ્યાં 120 નગરસેવકોને સોસીયલ distance સાથે બેસાડીને બજેટ સત્ર યોજી શકાય છે.
પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના સત્તાધીશોએ આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો થી ડરી રહ્યા છે. તેમના મનની મેલી મુરાદ બહાર ન પડી જાય તે માટે તેમણે આ ઓનલાઇન બજેટ સત્ર યોજાયું છે એટલું જ નહીં આ બજેટ સત્રમાં જ્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકો કોઈ પણ રજૂઆત કરવા માટે પ્રયત્ન કરે ત્યારે તેમના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. નગરજનોના વિકાસના કાર્યો માટે નગરપાલિકા કેટલું બજેટ ફાળવશે અને કેવી રીતે નગરનો વિકાસ થશે તેની ચર્ચા ખુલ્લા મને સ્વચ્છ વાતાવરણમાં થવી જોઈએ. પરંતુ સુરત મહાનગરપાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ચૂંટાયા છે ત્યારથી ભાજપને ક્યાંક ને ક્યાંક કોઈ છૂપો ડર સતાવી રહ્યો છે જેને લઇને હવે બજેટ સત્ર પણ ઓનલાઇન યોજવાની નોબત આવી છે.જોકે આમ આદમી પાર્ટી આ ઓનલાઈન બજેટ સત્રનો સખત વિરોધ કરે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ ઓનલાઇન બજેટસત્ર વિશે સુરત ના મેયર હેમાલીબેન બોઘાવાલા ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તેઓ કોરોના પોઝિટિવ હોઈ આઇસોલેશનમાં છે તો વળી આ અંગે સુરતના ડેપ્યુટી મેયર નો સંપર્ક કરતા તેમણે પોતે બજેટ સત્રમાં લાઈવ હોવાથી જવાબ આપવાનું ટાળ્યું હતું. અત્રે નોંધનીય છે કે જ્યારથી સુરતમાં ભાજપે મહાનગરપાલિકાની સત્તા સંભાળી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા ખોટી નીતિઓને લઈ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં લોકો ના મિલકત વેરા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મક્કમ રજૂઆત કરાતા છેવટે ભાજપે પોતાના નિર્ણયમાં બેકફૂટ જવાનો વારો આવ્યો હતો અને વેરામાફી જાહેર કરવી પડી હતી. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઊભરી રહી છે ત્યારે ભાજપ ને ક્યાંક ને ક્યાંક તેનો છુપો ડર સતાવી રહ્યો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.