Breaking: ઊંઝા પંથકમાં વહેલી સવારે આકાશી આફત વરસી : ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : આજે વહેલી સવારે મહેસાણા જિલ્લાના ઊંઝા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

આકાશમાંથી પડેલી આફત ને કારણે ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. હાલમાં ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા તાલુકાના ગામડાઓ અને શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદ ને લીધે ઊંઝા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જે ટૂંક સમયમાં ઓસરી ગયા પણ હતા.

ઊંઝા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ વરસાદ અંગે ખેડૂતોનું કહેવું છે કે, તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળ્યું છે અને મહામુસીબતે પાક તૈયાર થયો ત્યારે વરસાદ વરસવાની સાથે પાક પણ નષ્ટ થયો છે.