Breaking : આજે વધુ એક આંદોલનકારી દિગજ્જ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, જાણીને ભાજપના નેતાઓને લાગશે આંચકો

Breaking : આજે વધુ એક આંદોલનકારી દિગજ્જ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, જાણીને ભાજપના નેતાઓને લાગશે આંચકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,જૂનાગઢ :  ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિનપ્રતિદિન તેનું સંગઠન મજબૂત બનાવી રહી છે. તાજેતરમાં સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને દેશના સર્વ શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી ગણાતા મનીષ સિસોદિયા જેની ઉપસ્થિતિ માં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સમાજ સેવક એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેને લઈને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ વેગ મળ્યો છે.

ત્યારે આજે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા 11:00 વાગે એક પ્રેસ-કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આંદોલનકારી જન અધિકાર મંચના નેતા પ્રવીણ રામ ગોપાલ ઇટાલીયા ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે જન અધિકાર મંચ ના પ્રવીણ રામે તેમના ફેસબુક પર કરેલી પોસ્ટ માં તેમણે ઉલ્લેખ કર્યો છે, "સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી, માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી , દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો, આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાંનભાઈ ગઢવી,આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા."