ઊંઝા APMC ને લઈ મહત્વના સમાચાર : કેન્દ્ર માંથી કોણે લીધી મુલાકાત ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : એશિયાની સૌથી મોટી એપીએમસીમાં જ્યારથી દિનેશભાઈ પટેલે વહીવટ સંભાળ્યો છે ત્યારથી એપીએમસીની પ્રતિષ્ઠામાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા ખૂણેથી અધિકારીઓ અને પદાધિકારીઓ ઊંઝા એપીએમસી ની મુલાકાત લઈને તેની કાર્યપદ્ધતિ થી અવગત થાય છે.
ત્યારે આજ રોજ કેન્દ્રીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકારના સચિવશ્રી સંજયકુમાર, મહેસાણા કલેકટર એમ. નાગરાજન તથા તેમની ટીમે એશિયાના સૌથી મોટા સ્પાઈસીસ માર્કેટયાર્ડ ઊંઝાની શુભેચ્છા મુલાકાત લઇ ચેરમેન દિનેશભાઈ પટેલ પાસેથી એપીએમસીની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી અભિભૂત થયા હતા.
જુઓ તસવીરો....