ધોનીની અરજી પર આઈપીએસ અધિકારીને 15 દિવસની જેલ
Mnf network : ટોચના ક્રિકેટર એમએસ ધોનીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની વિરુધ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે અદાલતની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. જેના સંદર્ભમાં મદ્રાસ હાઈકોર્ટે આજે આઈપીએસ અધિકારી જી. સંપતકુમારને 15 દિવસની જેલની સજા સંભળાવી છે. જોકે ન્યાયમૂર્તિ એસ.એસ. સુંદર અને ન્યાયમૂર્તિ સુંદર મોહનની ખંડપીઠે સંપતકુમારને સજાની સામે અપીલ કરવા માટે સજાના અમલીકરણને 30 દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે. ધોનીએ માનહાનીના કેસના કેસના જવાબમાં દાખલ પોતાના જવાબી સોગંદનામામાં ન્યાયપાલિકા સામે સંપત કુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે તેમને દંડિત કરવાની માંગ કરી હતી. અને 100 કરોડના વળતરની માંગ કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સટ્ટાબાજી કૌભાંડમાં પોતાનું નામ આવવાને લઈને ધોનીએ 2014માં કેસ દાખલ કર્યો હતો.