Big Breaking: ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ પદ ની ચુંટણી માટે તારીખ જાહેર કરાઈ

Big Breaking: ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ પદ ની ચુંટણી માટે તારીખ જાહેર કરાઈ

ઊંઝા નગર પાલિકા માં પ્રમુખ પદ ની ચુંટણી માટે જાહેર થઈ તારીખ

આગામી 30 જાન્યુઆરીને મંગળવારે બપોરે 12 કલાકે યોજાશે પ્રમુખ ની ચૂંટણી

તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું

પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાશે ચૂંટણી

નગરપાલિકાના સભાખંડમાં યોજાશે ચૂંટણી

પ્રમુખ પદની ચૂંટણીને લઈને ઊંઝાના રાજકારણમાં ગરમાવો

ઊંઝા નગરપાલિકામાં છે ભાજપનું શાસન

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદે થી તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે રાજીનામું ધરી દીધું હતું.જેને લઈને હવે નવા પ્રમુખ માટે આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. જેની તારીખ જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ઊંઝા નગરપાલિકામાં ખાલી પડેલી પ્રમુખ પદની સીટ માટે પાલિકા પ્રમુખ ની ચૂંટણી આગામી 30 જાન્યુઆરીના રોજ મંગળ વારે બપોરે 12 કલાકે ઊંઝા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી મહેસાણાના પ્રમુખ સ્થાને યોજાનાર છે. અત્રે નોંધાનીય છે કે હાલમાં પ્રમુખ પદની સીટ જનરલ કેટેગરીની છે.