ઊંઝા : APMC ના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો : 24 થી 29 જાન્યુઆરી સુધી ફ્રી ચેકઅપ કેમ્પ

ઊંઝા : APMC ના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો : 24 થી 29 જાન્યુઆરી સુધી ફ્રી ચેકઅપ કેમ્પ

 કોટક મહિન્દ્રા બેન્ક અને ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન તથા ઊંઝા APMCના સહયોગથી સ્વાસ્થ્યને લગતી બીમારીઓની શિબિર યોજાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં અવિરત પણે સમાજ ઉપયોગી સેવા કાર્યો તેમજ રચનાત્મક કાર્યો ચાલી રહ્યાં છે.

તાજેતરમાં ઊંઝા APMCના સહયોગથી ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો, હમાલ ભાઈઓ તથા પોર્ટરોને તદ્દન મફત મુખ સ્વાસ્થ્ય તપાસણી શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ચકાસણી કરવા તેમજ સારવાર અર્થે ડોક્ટર તેમજ નર્સ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

આ સારવાર કેમ્પ તારીખ 24થી 29 જાન્યુઆરી 2024 સુધી તદ્દન મફતમાં ચાલુ રહેશે. વધુમાં ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ દ્વારા આવેલા મહેમાનોની સન્માન કર્યું હતું. તેમજ આવેલા ડોક્ટરોએ દાંતને લગતી બીમારીઓ વિશે માહિતી આપી હતી. તેમજ સારવાર કઈ રીતે લેવી એની પણ વિસ્તૃત માહિતી આપી હતી.