ઊંઝા : કહોડા અને જગનાથપુરા હાઇવે પર સ્પીડ બ્રેકર ( બમ્પ) મુકાતાં ગ્રામજનોમાં હાશકારો !

કહોડા પેટ્રોલ પંપ પાસે વિદ્યાર્થીઓએ શાળાએ જવા જીવના જોખમે હાઇવે ઓળંગવો પડતો હતો
જગન્નાથપુરા હાઈવે સ્ટેન્ડ પર પણ ચાર રસ્તા પડતા હોઇ અવારનવાર સર્જાતા હતા અકસ્માતો
બંને સ્થળે બમ્પ મૂકવા માટે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આરોગ્ય મંત્રી નું ધ્યાન દોરવામાં આવ્યું
આરોગ્ય મંત્રીએ તાત્કાલિક મંગાવી હતી વિગતો
જગન્નાથપુરા હાઇવે સ્ટેન્ડ અને કહોડા પેટ્રોલ પંપ પાસે મુકાયા સ્પીડ બ્રેકર
વિદ્યાર્થીઓ અને વાલીઓને હાશકારો
માર્ગ અને મકાન વિભાગની પ્રશંસનીય કામગીરી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા તાલુકા ના કહોડા અને જગન્નાથપુરા ગામ થી પસાર થતા હાઇવે પર ચાર રસ્તા પડતા હોઇ અવારનવાર અકસ્માતો સર્જાતા હતા. જેને લઈને બમ્પ બનાવવા માટેની માંગ ઉઠી હતી. આ મુદ્દે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તેમજ આ વિસ્તારના વતની એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જોકે આરોગ્ય મંત્રીના ધ્યાને આ વાત આવતા તેમણે આ બાબતે વધુ વિગતો માંગી હતી. ત્યારબાદ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા R & B વિભાગમાં પણ સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરી આ અંગે પૂછવામાં આવતા તેમણે તાત્કાલિક વિગતો એકત્ર કરીને રજૂઆતના બીજા દિવસે જ હાઇવે પર બંને સ્થળે બમ્પ બનાવવાની કામગીરી શરૂ કરી હતી.
કહોડા પેટ્રોલ પંપ પાસે અને જગન્નાથપુરા હાઇવે સ્ટેન્ડ પર બમ્પ બનાવવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.