ઊંઝા : APMC માં ચેરમેન ની નિયુક્તિ માં કોણ ખલનાયકની ભૂમિકામાં? સેક્રેટરીને કેમ ઉતારાયા રજા ઉપર ?

ઊંઝા : APMC માં ચેરમેન ની નિયુક્તિ માં કોણ ખલનાયકની ભૂમિકામાં? સેક્રેટરીને  કેમ ઉતારાયા રજા ઉપર ?

એશિયાની સૌથી મોટી ઊંઝા APMC માં ચેરમેન પદ ની નિયુક્તિ ક્યારે ? ખેડૂતોમાં ચર્ચાતો સવાલ

ધારાસભ્ય જૂથની ભૂંડી હાર થઇ હતી

ધારાસભ્ય જૂથ ખેડૂતો માટે ની સહકારી સંસ્થામાં સત્તા મેળવવા મરણિયું બન્યું હતું 

ખેડૂતો એ ધારાસભ્ય જૂથ ની વિરુદ્ધમાં કર્યું હતું મતદાન

હવે APMC માં ચેરમેન સહિતના પદોની નિયુક્તિમાં ધારાસભ્ય જુથ અવરોધ પેદા કરી રહ્યું હોવાની ચર્ચાઓ 

ખેડૂતોમાં ભભૂકતો રોષ : આગામી સમયમાં આ મુદ્દે ખેડૂતો ચોક્કસ રણનીતિ બનાવે તેવી શક્યતાઓ 

સેક્રેટરીને રજા ઉપર ઉતારીને એપીએમસીના અન્ય કર્મચારીને ચાર્જ સોંપાતા અનેક તર્ક વિતર્કો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ હજુ ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતનાની નિમણૂક કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે જેની પાછળ સ્થાનિક નેતાઓની મેલી મુરાદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો બીજી બાજુ આ મુદ્દે ઊંઝા પંથકના ખેડૂતોમાં ભારે રોષની લાગણી હોવાનું મનાય છે. 

અત્રે નોંધાનીય છે કે, ઊંઝા એપીએમસી ની ચૂંટણીમાં ધારાસભ્ય જૂથના ઉમેદવારોની શરમજનક હાર થઈ હતી. જેને લઈને ધારાસભ્ય જૂથ ક્યાંક ને ક્યાંક ઊંઝા એપીએમસી માં જીત પ્રાપ્ત કરનાર જૂથને સત્તા પર ન આવવા દેવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

તો બીજી બાજુ બહાર આવેલી વિગતો મુજબ એપીએમસીમાં હાલમાં સેક્રેટરીને રજા ઉપર ઉતારીને એપીએમસીના અન્ય કર્મચારી ને સેક્રેટરીનો ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય જૂથ પોતાની મનમાની કરવા માટે આ પ્રકારના કાવા દાવા કરી રહ્યું હોવાનું ચર્ચાય છે. જો આમને આમ રહેશે તો આવનાર સમયમાં ખેડૂતો નો રોષ ગમે તે સ્વરૂપે સપાટી પર આવી શકે છે.