મહેસાણા : મનપા કમિશ્નર ની આ કામગીરી ની નગરજનો પણ કરી રહ્યા છે પ્રસંશા !
મહેસાણા ને સ્વચ્છ શહેર બનાવવા માટે પાલિકા કમિશ્નર ના પ્રસંસનીય પ્રયત્નો
સુરતની જેમ મહેસાણા પણ હવે ભવિષ્યમાં વિકાસ નું ગ્રોથ એન્જિન અને આર્થિક પાટનગર બની શકે છે
આવનાર સમયમાં સ્વચ્છ સર્વેક્ષણ ની સ્પર્ધામાં મહેસાણા પણ અગ્રણી હરોળમાં આવી શકે : નગરજનો નો આશાવાદ
નગરજનોને પણ સ્વચ્છતા માટે જાગૃત કરવા હાથ ધરાઈ શકે છે અભિયાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : મહેસાણા મહાનગર પાલિકા બનતાં ની સાથે જ હવે મહાનગરપાલિકા કમિશનરની નિમણૂક થતા પાલિકા તંત્ર એક્શન મોડ માં આવી ગયું છે.મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ રવીન્દ્ર ખતલેને મહેસાણા મહાનગરપાલિકાના કમિશ્નર બનાવાયા છે.
પાલિકા કમિશનર ખતલે એ પાલિકા કમિશનરનો ચાર્જ સંભાળતા ની સાથે જ તેઓ એક્શનમાં આવી ગયા છે. મહેસાણાને હવે સ્વચ્છ મહેસાણા બનાવવા માટે તેમને પ્રયત્નો શરૂ કર્યા છે.
મહેસાણા શહેરમાં અનેક સ્થાનિક પ્રશ્નો છે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો પણ ત્રાસ વધી રહ્યો હતો ત્યારે પાલિકા કમિશનરે ચાર્જ સંભાળતા ની સાથે જ શહેર માંથી રખડતા ઢોરોને પકડવાનું અભિયાન પણ હાથ ધરાયું છે.જેમાં તાજેતરમાં 18 જેટલી ગાયો અને 15 જેટલા આખલા ડબ્બે પુરાયા હતા.
જોકે પાલિકા કમિશનર ની નિયુક્તિ થતા ની સાથે જ અધિકારીઓ પણ હવે આળસ ખંખેરીને કાર્યરત થયા છે. પાલિકામાં વર્ષો જૂનું જે સ્વાઇપ મશીન હતું એ મશીન તાજેતરમાં કાર્યરત કરવામાં આવ્યું છે અને શહેર તેમજ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓમાં પણ સફાઈ અભિયાન અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે પાલિકા કમિશનર દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે. પાલિકા કમિશનરની સ્વચ્છતા માટેની કામગીરીને જોતા એવું લાગે છે કે આવનાર સમયમાં સ્વચ્છ સર્વેક્ષણ શહેરોમાં મહેસાણા પણ અગ્રણી હરોળમાં રહેશે તેવો શહેરીજનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.