ઊંઝા : નિષ્ક્રિય ધારાસભ્ય ને અર્પણ ! ઓવર બ્રિજ ની દુર્દશા માટે જવાબદાર કોણ ?
ઓવર બ્રિજ ને દુરસ્ત કરવા પૂર્વ પાલિકા પ્રમુખ દિક્ષિતભાઇ પટેલે પણ જે તે સમયે કરેલી છે રજૂઆત
મહેસાણા R & B વિભાગના અધિકારીઓ ની બાબુશાહી સામે ભાજપ સરકાર ના નેતાઓ ઘૂંટણીએ કેમ પડી રહ્યા છે ?
અધિકારીઓ પર કોની છે રહેમ નજર ?
ઊંઝા ઓવર બ્રિજ ને દુરસ્ત કરાવવામાં ધારાસભ્ય કેમ ઉદાસીનતા દાખવી રહ્યા છે ?
પ્રજાલક્ષી કાર્યોમાં ઉદાસીન ધારાસભ્ય ને માત્ર સત્તા ની મલાઈ ચાટવા માં જ રસ છે કે શું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝાના નિષ્ક્રિય ધારાસભ્ય ની બેજવાબદારી થી આ પંથકની પ્રજા હવે ત્રાહિમામ પોકારી ઊઠી છે.ભાજપને ખોબલે ખોબલે વોટ આપનારા મતદારો હવે પસ્તાઈ રહ્યા છે.કારણ કે ઊંઝા ના ધારાસભ્ય પ્રજાલક્ષી કામગીરીમાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે.ઊંઝા ના ઓવર બ્રિજ પર પડેલાં ગાબડાં જેની ચાડી ખાય છે.
ઉનાવા થી વિસનગર રોડ ઉમિયા માતા તરફ જતા ઓવર બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી મસમોટા ગાબડાં છે.ભ્રષ્ટાચાર ના સળિયા બહાર દેખાવા લાગ્યા છે.પણ આ બ્રિજ ને વ્યવસ્થિત દુરસ્ત નહિ કરાવી શકનાર ધારાસભ્ય APMC માં સત્તા મેળવવા મંડળીઓ રાતોરાત બનાવડાવી શકે છે.જેનો સીધો અર્થ એ છે કે આવા સત્તા ભૂખ્યા લોકો ને પ્રજાલક્ષી કામગીરીમાં નહિ બલકે સત્તા ની મલાઈ ચાટવા માં જ રસ હોય છે.
આ બ્રિજ R & B વિભાગના અંડરમાં છે.છેલ્લા ઘણા સમયથી આ બ્રીજની હાલત ખરાબ છે પણ માટે થીગડા મારીને જ સંતોષ માની લેવામાં આવે છે.જો કે અહી મોટી સંખ્યામાં વાહનો તેમજ ભારે વાહનોની પણ અવર જવર રહે છે.અગાઉ દિક્ષિતભાઈ પટેલ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે આ બ્રિજને દુરસ્ત કરવા માટે તત્કાલીન સાંસદ શારદાબેન પટેલને તેમજ મહેસાણા આર & બી વિભાગને પણ રજૂઆત કરી હતી. પણ મહેસાણા R & B વિભાગના અધિકારીઓ પર કોના છુપા આશીર્વાદ છે કે જેથી આ અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી અને માત્ર પોતાની મનમાની જ ચલાવ્યા કરે છે.