ઊંઝા : ખેડૂતો માટેની ' ફેંસિગ તાર યોજના ' માં કૌભાંડ ? સોશ્યલ મીડિયામાં ઓડિયો વાયરલ થતા ખળભળાટ

ઊંઝા : ખેડૂતો માટેની ' ફેંસિગ તાર યોજના ' માં કૌભાંડ ? સોશ્યલ મીડિયામાં ઓડિયો વાયરલ થતા ખળભળાટ

ખેડૂતો માટેની ફેંસિગ તાર યોજનામાં કૌભાંડ ?

સર્વે કરવા આવેલ એજન્સીના માણસે લાભાર્થી પાસે પૈસા માગવાનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

ઓડિયો માં સાહેબને રાજી કરવા ટેબલ નીચે વહીવટ ની વાતનો ઉલ્લેખ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતો માટે ફેંસિંગ તાર યોજના અમલીય બનાવાઈ છે.જેમાં ખેડૂતો ને સહાય આપવામાં આવતી હોય છે.ત્યારે આ માટે સરકારે વિવિધ જિલ્લાઓ માં એજન્સીઓ ની નિયુક્તિ કરેલી હોય છે.ત્યારે આ એજન્સીના એક સર્વેયર દ્વારા ફેનસિંગ સહાય યોજના ના લાભાર્થી પાસે પૈસાની  માંગણી કરી હોવાનો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ફેન્સીંગ તાર યોજનાના લાભાર્થી ના ખેતરમાં સર્વે માટે એજન્સીના માણસો આવ્યા હતા. જેમણે ઊંઝા તાલુકાના કરલી ગામના એક ખેડૂત લાભાર્થી પાસે આ યોજનાની સહાય મેળવવા માટે પૈસાની માગણી કરી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ખડા થયા છે. 

આ અંગે મોર્નિંગ ફોકસ દ્વારા મહેસાણા ખેતી નિયામક અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, " મને પણ તાજેતરમાં આ માહિતી પ્રાપ્ત થઈ છે આ બાબતે આવતીકાલે એજન્સીને બોલાવીને અમો વધુ તપાસ હાથ ધરીશું." અત્રે નોંધનીય છે કે આ સમગ્ર બાબત મહેસાણાના સક્રિય સાંસદ હરિભાઈ સુધી પહોંચતા તેમણે સમગ્ર ઘટના માટે સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપી દીધા છે.ત્યારે આગામી સમયમાં આ અંગે મોટા રહસ્યો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.