ઊંઝા : હાઇવે પર બ્રિજ પાસે સાઈન બોર્ડના અભાવે ચાલકો પરેશાન : અકસ્માત ની સંભાવના

ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ઓવરબ્રીજ અને હાઇવેને અલગ કરતા રોડ પર બોર્ડની સખ્ત જરૂર.
દિશા સૂચક બોર્ડ ના અભાવે રાત્રે અજાણ્યા વાહન ચાલકો ભૂલથી ઓવરબ્રીજ ચડી જાય છે.
શહેરમાં જવા વાળા લોકો પણ સાઈન બોર્ડના અભાવે ઓવરબ્રિજ પર ચડતા તેમને પાલનપુર હાઇવે પર આગળ જઈને બ્રિજ પરથી ઉતરી પાછા આવવું પડે છે
ઘણીવાર બ્રિજ પરથી રિટર્ન ટર્ન લેતા અકસ્માતની સંભાવના
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : રોજ હજારો વાહનોની જ્યાં અવર - જવર છે તે ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે દિશા સૂચક બોર્ડ ના અભાવે અજાણ્યા વાહન ચાલકોને આગળના રોડની સાચી જાણકારી મળતી નથી પરિણામે શહેરમાં જનારા લોકો પણ બ્રિજ પર ચડી જતા છેવટે તેમણે સામે છેડે ઉતરીને પાછા આવવું પડે છે જેને લઈને મોટી હેરાનગતિ થાય છે સાથે સાથે સમય પણ વેડફાય છે.
આ ઉપરાંત કેટલીક વાર કેટલાક વાહન ચાલકો બ્રિજ પર ચડ્યા પછી ખબર પડતા ગાડી ટન મારીને પાછા આવતા હોય છે ત્યારે નાના - મોટા અકસ્માતની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. અવર-જવર કરતા સામાન્ય લોકો ખુબ હેરાન થઇ રહ્યા છે પણ ત્યાંથી અનેક વાર પસાર થતા એકેય સ્થાનિક નેતા કે હોદ્દેદારની નજરમાં આ સમસ્યા કેમ આવતી નથી તે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.મોટો અકસ્માત થાય તે પહેલા સ્થાનિક તંત્ર જાગશે કે કેમ તે જોવાનું રહ્યુ !