ઊંઝા : APMC ના ચૂંટણી પરિણામોમાં ભાજપનું મેન્ડેડ મજાક બન્યું : હારની જવાબદારી કોણ સ્વીકારશે ?
ઊંઝા એપીએમસી માં ભાજપ સમર્થક ખેડૂતો અને વેપારીઓની ભવ્ય જીત
ઊંઝા ના ધારાસભ્ય કે કે પટેલ અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલના માનીતાઓ ની કારમી હાર
પરિવારવાદ સમાજવાદ અને વંશવાદની કારમી હાર
ધારાસભ્ય અને સાંસદ સભ્યના જેટલા માનનીતાઓને મેન્ડેડ મળ્યા તેઓ ચૂંટણી હારી ગયા
ઊંઝા એપીએમસી માં ભાજપ નું મેન્ડેડ મજાક બન્યું ત્યારે આ હારની જવાબદારી હવે કોણ સ્વીકારશે ?
ભાજપ જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે પણ ભજવી ભૂંડી ભૂમિકા ?
પ્રદેશના એક નેતાની દખલગીરી પણ ભાજપની પ્રતિષ્ઠાને ધબ્બો લગાવવામાં ભાગ ભજવી ગઈ હોવાની ચર્ચા
ભાજપની પ્રતિષ્ઠા ને ધબ્બો લગાડનારાઓ પૈકી કોણ આપશે રાજીનામું ? ચર્ચાતો સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : આજે ઊંઝા એપીએમસીના ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં ભાજપે ખેડૂત પેનલમાં જેમને મેન્ડેડ આપ્યા હતા તે 10 પૈકી પાંચ ઉમેદવારો ની જીત થઈ છે જ્યારે બાકીના પાંચ ઉમેદવારો નો કારમો પરાજય થયો છે. ખેડૂત પેનલમાં ભાજપના મેન્ડેડ વાળા જે પાંચ ઉમેદવારો હાર્યા છે તેઓ ધારાસભ્યના સમર્થકો હોવાનું મનાય છે.
તો બીજી બાજુ વેપારી પેનલમાં પણ ભાજપે જેમને મેન્ડેડ આપ્યા હતા તેમાંથી મોટાભાગના ઉમેદવારોની કારમી હાર થઈ છે. જોકે મેન્ડેડને લઈને શરૂઆતથી જ ધારાસભ્ય, સાંસદસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર સામે ભાજપના કાર્યકરોનો પ્રચંડ વિરોધ હતો. પરંતુ ધારાસભ્ય પોતાની સત્તા લાલસા ને સંતોષવા માટે અને સાંસદ સભ્યએ પોતાના માનિતતાઓને ગોઠવવા માટે જે ચાલ ચાલી તેમાં તેઓનું વ્યક્તિગત તો કોઈ નુકસાન નથી ગયું પરંતુ ભાજપના મેન્ડેડ વાળા ઉમેદવારોની હાર થતા ભાજપની પ્રતિષ્ઠાને ઘબ્બો લાગ્યો છે.
જોકે ખેડૂત પેનલ અને વેપારી પેનલમાં ભાજપના સક્ષમ ઉમેદવારોને બદલે ધારાસભ્ય અને સાંસદ સભ્યએ ક્યાંક પરિવાર વાદ તો ક્યાંક સમાજવાદ ને આગળ કર્યો હતો અને પોતાના માનિતતાઓને મેન્ડેડ અપાવ્યા હતા. જેને લઈને ધારાસભ્યના જ કેટલાક નજીકના લોકોએ ધારાસભ્ય સામે અને સાંસદ સભ્ય સામે ખુલીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે આવેલા પરિણામોમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ પોતાના જે માનીતાઓને મેન્ડેડ અપાવ્યા હતા તેઓ ખૂબ જ ખરાબ રીતે આ ચૂંટણી હાર્યા છે. ત્યારે હવે આ હારની જવાબદારી કોણ સ્વીકારશે તેને લઈને કાર્યકરોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.