ઊંઝા : રાજગોર રઘવાયા બન્યા : APMC ચુંટણી મુદ્દે પાયાના કાર્યકરોને દબાવવાનો નિંદનીય પ્રયાસ !
ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર સામે કાર્યકરોમાં છૂપો રોષ
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં વંશવાદ, સમાજવાદ અને પરિવારવાદને પ્રોત્સાહન આપનાર ઉપર રાજગોરના ચાર હાથ
પોતાના વોર્ડમાં પણ ન જીતવાની ક્ષમતા ધરાવનાર એચ કે પટેલ ને કેવી રીતે અપાયું મેન્ડેડ ? શહેરમાં ચર્ચાતો સવાલ
પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોને દબાવવાનો રાજગોર નો નિંદનીય પ્રયાસ
રાજગોરે પાર્ટીના સૌથી જૂના અને સંનિષ્ઠ કાર્યકર એવા ડી જે પટેલને શહેર મહામંત્રીના હોદ્દા પરથી દૂર કર્યા
ડી જે પટેલ વ્યાપારી સંગઠનમાં પણ સારી પકડ ધરાવે છે. ડીજે પટેલને હોદ્દા પરથી દૂર કરાતા વેપારીઓ અને કાર્યકરોમાં છુપો રોષ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીની ચૂંટણી મા મતદાનની આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપની પેનલ ને જીતાડવી એ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ માટે લોઢા ના ચણા ચાવવા સમાન સ્થિતિ સર્જાઈ હોવાથી હવે ભાજપના જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોર રઘવાયા બન્યા છે અને પાયાના કાર્યકરોને અને કાર્યકરોના અવાજને દબાવવા માટે સસ્પેન્શન નો ડર બતાવા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ધારાસભ્યની સત્તા લાલસા ને કારણે ભાજપમાં બે જૂથ પડી ગયા હતા. કારણકે ધારાસભ્યની સત્તા લાલસા ની સામે વેપારીઓ અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો જેને લઈને ભાજપના કેટલાક પાયાના કાર્યકરોએ આવા સત્તા લાલચુ લોકોની સાન ઠેકાણે લાવવા માટે આ ચૂંટણીમાં મેન્ડેડ ન મળવા છતાં પણ ઝંપલાવ્યું હતું.
ઊંઝા શહેર ભાજપના મહામંત્રી એવા દીપકભાઈ જયંતીભાઈ પટેલે ઉર્ફે (ડી જે) એ ભારતીય જનતા પાર્ટીના પ્રખર પાયાના કાર્યકર રહ્યા છે એટલું જ નહીં વેપારી એસોસિએશનમાં પણ તેઓ હોદ્દો સંભાળી ચૂક્યા છે. વેપારીઓ ઉપર તેમનું જબરજસ્ત પ્રભુત્વ છે, ત્યારે તાજેતરમાં ભાજપ દ્વારા વેપારી પેનલને મેન્ડેડ આપવામાં આવ્યા હતા ત્યારે તેમની ધરાહાર અવગણના કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય એ જેને ભાજપ સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી એવા પોતાના સંબંધીઓ પૈકી એચ કે પટેલ ને મેન્ડેડ અપાવતા કાર્યકરોમાં પણ ધારાસભ્ય અને સાંસદ સભ્ય સામે ભારે રોષ પ્રગટ્યો હતો અને છેવટે આ ચૂંટણીમાં તેમણે લડી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે રઘવાયા બનેલા રાજગોરે ડીજે પટેલને તેમના હોદ્દા પરથી દૂર કરવાની હિંમત કરીને ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં મન દુ:ખ પેદા કર્યો હોવાનું શહેરમાં ચર્ચાસ્પદ બન્યું છે.