ઊંઝા : તો જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર ખોટા સાબિત થશે ? ભાજપના સિમ્બોલ પર નહિ બલકે પોતાના દમ પર ચુંટણી લડનારને મત આપજો

ઊંઝા :  તો જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર ખોટા સાબિત થશે ? ભાજપના સિમ્બોલ પર નહિ બલકે પોતાના દમ પર ચુંટણી લડનારને મત આપજો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીમાં ચુંટણી મુદ્દે ભારે ઘમાસણ ચાલી રહ્યું છે ત્યારે આજે 4.30 કલાકે ઊંઝા ખાતે વેપારી વિભાગના ભાજપના સિમ્બોલ પર ચુંટણી લડી રહેલા 4 વેપારીઓના સમર્થનમાં એક સભા યોજાઈ હતી.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર ઉપસ્થિત રહ્યો હતા.રાજગોરે 14 + 1 સીટો પર ભાજપ જીતવાનો ઓવર કોન્ફીડેન્સ દર્શાવ્યો હતો.

ત્યારે ઊંઝાના પૂર્વ નગર સેવક ભાવેશ પટેલે સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટ કદાચ જિલ્લા ભાજપ પ્રમુખના સપના ચકનાચૂર કરી નાખે તો નવાઈ નહી ! ભાવેશ પટેલે પોસ્ટમાં જણાવ્યું છે કે.....

" આદરણીય વડીલો,યુવાનો, વેપારી મિત્રો વર્તમાન સમયમાં ઊંઝા નગરમાં ચાલી રહેલા રાજકારણમાં ભારે અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

    જે વ્યક્તિઓ એ પોતાનું આખું જીવન એક વિચાર ધારા અને પાર્ટી પાછળ ખર્ચી પારિવારિક, સામાજિક, સગા સ્નેહીઓ સાથે મતભેદો નો કઠિન સામનો કરવા પછી પણ પાર્ટી કાર્યકર્તાઓ ની કદર કરતું નથી, જે વર્તમાન સમયના રાજકારણમાં ખુલ્લું પડયું છે.

   દૈનિક પાર્ટી ના લોલીપોપ સમાન હોદ્દાઓ પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, મંડળ પ્રમુખ જેવા પદભાર સોંપી મફતના મજુર તરીકે કામ કરાવી શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ, પ્રાથમિક સભ્યો નોંધણી જેવા કામોનો વરઘોડો સોંપી પોતાના રાજકીય રોટલા સેકતા નેતાઓ થી કાર્યકર્તાઓ એ વર્તમાન ઊંઝાના રાજકારણ થી શીખ લેવાની જરૂર છે.

  આથી સૌ વડીલો, યુવાનો, કાર્યકર્તાઓ, વેપારી મિત્રોને વિનંતી છે કે પોતાના દમ પર ચુંટણી લડી રહેલા ઉમેદવારો જેઓ ઊંઝા નગરના હિતમાં પાર્ટી કે જુથવાદ થી ઉપર ઊઠી આપનો અવાજ બની શકે તેવા લોકોને મતદાન આપી અપાવશો તેવી આપ સૌ ને અપીલ કરું છું."

 ભાજપની સભામાં વેપારીઓ અને ખેડૂતોની પાંખી હાજરી....

આજે ઊંઝા ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ રાજગોર ની હાજરીમાં યોજાયેલી વેપારીઓ ના સમર્થન માટેની સભામાં વેપારીઓ અને ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી.ખુરશીઓ ખાલી હોવાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે જિલ્લા પ્રમુખે મીડિયા સામે ડંફાસો મારતા જણાવ્યું હતું કે ભાજપની ખેડૂત અને વેપારી એમ બન્ને પેનલ જીતશે.જો કે જિલ્લા પ્રમુખ ની આગાહી કેટલે અંશે સત્ય સાબિત થશે એ તો આવનાર સમય જ બતાવશે.