ઊંઝા : ધારાસભ્ય એ એકાએક કેમ શરૂ કર્યો ગામડાઓનો પ્રવાસ ? કારણ છે ચોંકાવનારું
લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા ધારાસભ્ય એ ગામડાઓમાં શરૂ કર્યો લોક સંપર્ક
સભામાં લોકોની પાંખી હાજરી
ગામડાઓના અનેક પ્રશ્નો ઉકેલવામાં ધારાસભ્ય ની નિષ્ક્રિયતા
ધારાસભ્ય ની કામગીરી સામે છૂપો રોષ
પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો.આશાબેન પટેલ ને ગુજરાતનાં સૌથી સક્રિય ધારાસભ્ય નું બિરુદ મળ્યું હતું
જ્યારે વર્તમાન ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉકેલવામાં સૌથી નિષ્ક્રિય રહ્યા છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા હવે ઘણા સમયથી નિષ્ક્રિય બની ગયેલા ધારાસભ્ય રહી રહીને જાગ્યા છે અને ગામડાઓમાં લોક સંપર્ક શરૂ કર્યો છે. ત્યારે માત્ર રાજકીય લાભ ખાટવા ગામડાઓમાં લોક સંપર્ક શરૂ કરનાર ધારાસભ્ય સામે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને લોક સંપર્કને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ચર્ચાતી વિગતો મુજબ ઊંઝા ના ધારાસભ્ય દ્વારા મતવિસ્તારમાં જુદા જુદા ગામડાઓમાં લોક સંપર્ક અભિયાન શરૂ કરાયું છે. ત્યારે બીજી બાજુ ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના અનેક પ્રશ્નો નહીં ઉકેલાવાને કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય લાભ ખાટવા આવનાર ધારાસભ્યની સભામાં પાંખી હાજરી જોવા મળી રહી છે. અત્યાર સુધી મોઢું ન બતાવનાર ધારાસભ્ય એકાએક ગામડામાં પ્રવાસ શરૂ કરતા લોકોમાં પણ તરેહ તરેહ ની ચર્ચાઓ ચાલી રહી છે અને સભામાં જોવા મળતી લોકોની પાંખી હાજરી એ દર્શાવે છે કે આ વિસ્તારના લોકો ધારાસભ્યની કામગીરીથી સંતુષ્ટ નથી. છેવટે તો કહેવાય છે કે જનતા સબ જાનતી હૈ.