ઊંઝામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની કોણે કરી માંગ ? શું છે કારણ ?
ભારતીય જનસેવા મંચ સંગઠનના કન્વીનર મૌલિક પટેલે ઊંઝા વિસ્તારના લોકો માટે મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવા કરી માંગ
ઊંઝા શહેરમાં આશરે 70 થી 80 હજારની વસ્તી છે
તાલુકામાં 35 જેટલા ગામડાઓ નો સમાવેશ થાય છે
નગરમાં મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલોના અભાવે એટેક જેવા કિસ્સામાં દર્દીઓ એ ઘણીવાર જીવ ગુમાવવાનો વારો આવે છે
પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલના કાર્યકાળ દરમિયાન મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવાની ગતિવિધિઓ થઈ હતી તેજ
પરંતુ તેમના અકાળે અવસાનને કારણે ઊંઝામાં મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ધાર્મિક અને સ્પાઇસ નગરી ઊંઝા એ દિવસે દિવસે વિસ્તરી રહ્યું છે ત્યારે નગરના વિસ્તાર ના સંદર્ભ માં નગરનો વિકાસ જે તેજ ગતિ એ થવો જોઈએ એ નહિ થતો હોવાનું નગરજનો માની રહ્યા છે.નગરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ નો અભાવ વર્તાઈ રહ્યો છે.એમાં ખાસ કરીને હાર્ટ એટેક જેવા ગંભીર કિસ્સામાં નગર માં પૂરતી સુવિધાઓના અભાવે દર્દીને મહેસાણા સુધી લઈ જતાં રસ્તામાં જ ઘણી વાર પ્રાણ પંખેરું ઉડી જાય તેવી સ્થિતિને નકારી શકાય એમ નથી ત્યારે હવે ભારતીય જન સેવા મંચના કન્વીનર મૌલિક પટેલે ઊંઝા તાલુકા વિસ્તારના નગરજનો માટે મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવાની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા એ એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ધરાવતી સ્પાઈસ સીટી છે. એટલું જ નહીં અહીં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનું મંદિર આવેલું છે. આમ ધાર્મિક અને સપાઇસ સીટી ઊંઝામાં સતત લોકોનો ભારે ધસારો રહે છે.
વળી ઊંઝા શહેર એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પોતાના તબીબી ઈલાજ માટે ઊંઝા તરફ દોટ મુકતા હોય છે. ઊંઝા તાલુકામાં 35 થી વધારે ગામડાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત શહેરમાં પણ આશરે 70 થી 80 હજાર ની વસ્તી છે. ત્યારે નગરમાં હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી માટે એક પણ મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા ધરાવતી હોસ્પિટલ ન હોવાને કારણે દર્દીને મહેસાણા સુધી લઈ જતા રસ્તામાં જ પ્રાણ પંખેરુ ઉડી જવાના કિસ્સાઓ સાંભળવા મળે છે. ત્યારે શહેર અને તાલુકા ના મુખ્ય મથક ઊંઝામાં તાકીદે એક મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી છે.અત્રે નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય સ્વ ડૉ.આશાબેન પટેલના કાર્યકાળમાં ઊંઝામાં મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવા માટેની ગતિવિધિઓ તેજ બની હતી.પરંતુ તેમના અકાળે અવસાન થવાને કારણે છેવટે મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે !