Exclusive: રાજ્યમાં તાવ ડેન્ગ્યૂનો આતંક અને આરોગ્ય મંત્રી રાજકીય શતરંજ માં વ્યસ્ત !
સુરતમાં એક આશાસ્પદ શિક્ષકે ડેન્ગ્યુના કારણે જીવ ગુમાવ્યો
આરોગ્ય મંત્રીના કાર્યકાળમાં એક પણ નોંધપાત્ર આરોગ્ય લક્ષી કામ થયું નથી.
આરોગ્ય મંત્રીની આરોગ્ય લક્ષી કામગીરી જીરો, રાજકીય ચોકઠા ગોઠવી સત્તા બચાવવામાં હીરો !
આરોગ્યમંત્રી ની કામગીરી નિરાશા જનક !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :સુરત સહિત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે ડેન્ગ્યુ મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્યની જવાબદારી જેના શિરે છે એવા આરોગ્ય મંત્રી માત્ર અને માત્ર પોતાના વિસ્તારોની સત્તા બચાવવા માટે રાજકીય ખેલ ખેલી રહ્યા છે. આરોગ્ય મંત્રીની જવાબદારીનું ભાન ભૂલીને માત્ર અને માત્ર પોતાના રાજકીય અસ્તિત્વના કદને ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરી રહેલા આરોગ્ય મંત્રી સામે ગુજરાતની જનતા માં છૂપો પ્રવર્તી રહ્યો છે.
સુરતમાં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સિવિલમાં ડેન્ગ્યુના 296, મેલેરિયાના 544 દર્દી નોંધાયા
શહેરમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ છે. અનેક સોસાયટી એવી છે કે જ્યાં ડેન્ગ્યુ અને મલેરીયાના ઘણા દર્દી છે. માત્ર સિવિલમાં જ છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના 296 અને મેલેરિયાના 544 દર્દીએ સારવાર લીધી છે. સિવિલ OPDમાં જૂન, જૂલાઇની સરખામણીમાં ઓગસ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે. હવે રેસિડેન્ટ ડોક્ટરો પણ ડેન્ગ્યુનીચપેટમાં આવી રહ્યા છે.સિવિલમાં રોજ સરેરાશ 800 દર્દી આવી રહ્યા છે. ડેન્ગ્યુને કારણે સિવિલમાં બે દર્દીના મોત થયા હોવાની પણ ચોંકાવનારી માહિતી છે. બીજી તરફ ઓગસ્ટની સરખામણમાં સપ્ટેમ્બરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયાની સાથે સાથે હવે ચીકુનગુનિયાના કેસ પણ સામે આવી રહ્યા છે.