ઊંઝા : ધારાસભ્યનું ભ્રષ્ટાચાર ને સમર્થન ? નગર પાલિકામાં ભાજપના જૂથમાં પડી તિરાડ ?

ઊંઝા : ધારાસભ્યનું ભ્રષ્ટાચાર ને સમર્થન ? નગર પાલિકામાં ભાજપના જૂથમાં પડી તિરાડ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીમાં પારદર્શક વહીવટ માટે ઉમેદવારી નોંધાવી હોવાની ડંફાસ મારનાર ધારાસભ્ય કે કે પટેલે જ ભ્રષ્ટાચાર ને સમર્થન આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વાત એમ છે કે ઊંઝા એપીએમસીમાં નગર પાલિકા નો એક સભ્ય વોટ આપી શકે છે તે માટે ગઇ કાલે પાલિકા પ્રતિનિધિ તરીકે પ્રિતેશ પટેલ ના નામની જાહેરાત કરાઈ હતી.રસપ્રદ બાબત એ છે કે આ એ જ કોર્પોરેટર પ્રિતેશ પટેલ છે જેની સામે પાલિકામાં આચરવામાં આવેલ રાત્રી સફાઈ કૌભાંડમાં કેસ થયેલ હતો. 

રાત્રી સફાઈ કૌભાંડમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર થી ઊંઝા ના નગરજનો પણ વાકેફ છે ત્યારે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવનાર ધારાસભ્ય એ આંખ મીંચામણા કરીને આ કૌભાંડમાં સંડોવાનો કથિત આરોપ જેના પર છે એ પ્રિતેશ પટેલને સમર્થન આપીને ધારાસભ્યએ સાબિત કર્યું છે કે તેમને સ્વચ્છ અને પારદર્શક વહીવટ નહીં પણ પોતાની સત્તા ટકાવી રાખવામાં જ રસ છે. 

બીજી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ જ પ્રિતેશ પટેલે વિધાનસભા ની ચૂંટણી દરમિયાન ધારાસભ્યના પરિવાર સાથે તું...તું મેં...મેં કર્યું હતું એટલું જ નહીં ખાનગી રીતે ભાજપને બદલે અન્ય પાર્ટીનો પ્રચાર કર્યો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આવા વ્યક્તિને ભાજપનું મેન્ડેડ આપીને એપીએમસીમાં મોકલતા પક્ષના અન્ય કાર્યકરોમાં પણ કચવાટની લાગણી છે.

ગઈ કાલે પાલિકામાં પ્રિતેશ પટેલ સામે અલ્કેશ પટેલે દાવેદારી નોંધાવી હતી.આ એ જ અલ્કેશ પટેલ છે જેમણે પાલિકાના રાત્રી સફાઈ કૌભાંડ ને ઉજાગર કરી ધમા મિલન જૂથને વિપક્ષ માંથી સત્તા સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી.ત્યારે તાજેતરમાં મિલન જૂથ પોતાની સત્તા ટકાવી રાખવા ધારાસભ્યના પક્ષ માં બેસી જતા ના છૂટકે આ જૂથના અન્ય કોર્પોરેટરો એ પણ આંગળી ઊંચી કરવી પડી હતી જેને લઇ અલ્કેશ પટેલ ને માત્ર 7 જેટલા મત મળ્યા હતા અને સત્તા ની કૂટનીતિ માં મિલન જૂથમાં જ બે ભાગલા પડી ગયા હોય તેવો ઘાટ ઘડાયો હતો. આમ જો કે ધારાસભ્ય પ્રિતેશ પટેલ ની પડખે રહી મિલન જૂથમાં તિરાડ પાડવા માં સફળ રહ્યા હોવાનો ઘાટ ઘડાયો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આવનાર સમયમાં પાલિકામાં પણ ઉથલ પાથલ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.